KL રાહુલ કેપ્ટન, રોહિત બહાર, સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ 3 ડિસેમ્બર સુધી રમાવાની છે. ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સાઉથ આફ્રિકા ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. ત્યારબાદ વનડે અને ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણેય સિરીઝ માટે હાલમાં ખેલાડીઓની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો છે અને રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ઘણા નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે.
સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યરને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ બેટ્સમેનો જબરદસ્ત કમાલ કરતાં જોવા મળશે. બીજી તરફ વિકેટકીપિંગ લાઈનની વાત કરીએ તો કેએલ રાહુલ અને સંજુ સેમસન બંનેને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે બંને પણ ઘણા મહત્વના રહેશે.
બોલિંગ લાઇનની વાત કરીએ તો સ્પીન બોલર તરીકે અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ફાસ્ટ બોલરો તરીકે મુકેશ કુમાર, આવેશ ખાન અર્શદીપ સિંહ અને દિપક ચહરને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ બોલરો માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. વર્લ્ડ કપની તૈયારીઓ ત્યારથી જ શરૂ થઈ ચૂકી છે.
ભારતીય ટીમ:- રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટમેન), સંજુ સેમસન (વિકેટમેન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચહર.