કેએલ રાહુલનું સ્થાન ઈશાન કિશન નહીં પરંતુ 20 વર્ષનો આ ઘાતક ખેલાડી લઈ શકે છે…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયામાં ખૂબ જ મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની પસંદગી કરતા પસંગીકારો હવે યુવા ખેલાડીઓને ટીમમાં વધુ સ્થાન આપવા પ્રયત્નો કરી રહ્યા છે. રાહુલ ટીમ ઇન્ડિયાનો મુખ્ય ઓપનર બેટ્સમેન છે પરંતુ કેટલાક દિવસોથી કે એલ રાહુલ સારા ફોર્મમાં ન હોવાને કારણે છેલ્લા છ થી આઠ મહિનાઓથી ફોર્મમાં પરત આવવા માટે કેલ રાહુલ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ t20 વર્લ્ડ કપની મોટી ટુર્નામેન્ટમાં કે આર રાહુલ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે. તો આ સાથે જ તે 2022ના એશિયા કપમાં પણ રાહુલે સારું પ્રદર્શન દર્શાવ્યું નથી તેનું બેટ હમેશા શાંત જોવા મળ્યું છે. કે આર રાહુલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે જેને કારણે હાલ રાહુલને બહાર કરવાની મોટી માંગો ઉઠી રહી છે.
Ipl 2022 માં રાહુલે ખૂબ જ શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું તેણે 2022 ની iplમાં બે સદી ફટકારી હતી. પરંતુ અમુક લોકો એવું વિચારી રહ્યા છે કે રાહુલ મોટા મંચ ઉપર ખૂબ જ ખરાબ રીતે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે જેને કારણે તે ફ્લોપ ખેલાડી સાબિત થયો છે. કે.આર રાહુલ સાબિત થતા આ 20 વર્ષનો યુવા ખેલાડી તેનું સ્થાન લઈ શકે છે. ઘાતક ખેલાડી ક્રિકેટમાં બોલેરો ઉપર ખૂબ જ તબાહી મચાવી રહ્યો છે. આ ખેલાડીએ તેની કેપ્ટન શિપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ 2022નો કપ હાંસલ કર્યો છે.
20 વર્ષનો આ યુવા ખાતા ખેલાડી બીજું કોઈની પરંતુ યશ ધુલ છે આ દિવસોમાં યશ ધૂલ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અત્યારે તે વિજય હજારે ટ્રોફી રમી રહ્યો છે અને તેમાં પણ તે ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું છે તાજેતરની મેઘાલય સામેની મેચમાં યશ ધુલે ટીમને જીત અપાવી છે. યશ ધૂલ નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળે છે યશ ધૂલે 64 બોલમાં 71 રન ફટકારીને મોટી ઈનિંગ રમી હતી.
યશ ધુલનું આ પ્રદર્શન જોતા ક્રિકેટના જાણકરો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ભવિષ્યમાં કેએલ રાહુલનું સ્થાન યશ ધૂલ લઈ શકે છે જેને કારણે રાહુલનું ટીમમાં સ્થાન સંકટમાં લાગી રહ્યું છે. વધુમાં તમને જણાવી દઈએ કે યશ ધુલે અંડર 90 વર્લ્ડ કપમાં ચાર મેચો રમી હતી. જેમાં તેણે 229 રન ફટકાર્યા હતા. આ દિવસોમાં આ ખેલાડીની એવરેજ 76 રનની છે. અત્યાર સુધીમાં યશ ધૂલે છ ફાસ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે ચાર સદી અને એક અર્ધ સદી પડકારીને 783 રન બનાવ્યા છે.