કિંગ કોહલીએ મહેલા જયવર્દનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી પાડ્યો, આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો, રેકોર્ડ તૂટતાં જયવર્દને કહ્યું એવું કે… જુઓ વિડિયો…
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી ને અત્યારે સૌ કોઈ જાણતા હશે વિરાટ કોહલીને તેના ચાહકો રન મશીન અથવા કિંગ કોહલી તરીકે પણ ઓળખે છે. બુધવારે એડિલેડ ઓવલ મેદાનમાં બાંગ્લાદેશ સામે t20 વર્લ્ડ કપની એક મેચ રમાઈ હતી જેમાં વિરાટ કોહલીએ એક સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ મેચમાં વિરાટ કોહલી સારુ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો જેને કારણે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે પાંચ રને જીત મેળવી હતી.
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થતા ની સાથે જ વિરાટ કોહલી ફરી તેના ફોર્મ માં પાછો આવી રહ્યો છે જેને કારણે તે સારું એવું પ્રદર્શન કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની આ મેચમાં વિરાટ કોહલીએ 16 મો રન બનાવતાની સાથે જ t20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. અત્યારે વિશ્વ ક્રિકેટમાં માત્ર બે જ એવા ખેલાડી હતા કે જેને t20 વર્લ્ડ કપમાં 1,000 થી વધુ રન ફટકાર્યા હોય જેમાં હવે વિરાટ કોહલી સૌથી આગળ નીકળી ગયો છે.
તમને જણાવી દઈએ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન એવા રહેલા જયવર્ધનના નામે હતો. જયવર્ધનને પોતાના કરિયારમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં 1,016 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં આ રેકોર્ડ ને તોડી પાડ્યો છે આ વર્લ્ડ રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે છે તે 1065 રન બનાવી ને સૌથી આગળ છે.
વિરાટ કોહલી આ રેકોર્ડ તોડતાની સાથે જયવર્ધન વિરાટ કોહલીને પણ ખાસ અંદાજમાં આ રેકોર્ડ તોડવાના બદલે અભિનંદનનો પાઠવ્યા છે જેને લઇને એક વીડિયો આઈસીસી દ્વારા શેર કરવામાં આવ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે જયવર્ધન વિરાટ કોહલીને એક યોદ્ધાના સ્વરૂપમાં ગણાવ્યો છે આ વિડીયો આઈસીસી પોતાના instagram એકાઉન્ટ પર શેર કર્યો છે.
Icc દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં જયવર્ધન વિરાટ કોહલીને અભિનંદન આપતા જણાવે છે કે રેકોર્ડ માત્ર તોડવા માટે જ બને છે હંમેશા મારા બનાવેલા રેકોર્ડ તોડનાર કોઈક તો હશે અને તે વિરાટ છે એ મહાન મિત્ર તને ઘણી શુભેચ્છાઓ, તમે હંમેશા યોદ્ધા બની રહો અને ક્રિકેટ જગતમાં ફોર્મ આવતા અને જતા જ રહે પરંતુ તમે કાયમી ફોર્મમાં બની રહો એવી શુભેચ્છા મહાન મિત્ર.