કેન વિલિયમસનને ટોસ જીતીને લીધી બોલિંગ, ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 માંથી સંજુસેમસન બહાર, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….
ભારત અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની ટી 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેમાંથી ત્રણ મેચની T 20 સિરીઝ હાલ પૂર્ણ થઈ છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે વન-ડે મેચ નો પ્રારંભ થયો છે. પ્રથમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. બીજી વન ડે મેચ વરસાદ ને કારણે રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ત્રીજી મેચ આજે શરૂ થવા જઈ રહી છે.
ત્રીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેનવિલિયમસને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને ફરી એક વાર બેટિંગ કરવા માટે આમંત્રિત કરી છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની કમાન શિખર ધવન સોંપવામાં આવે છે. શિખર થવાને ફરી એક વાર સંજુ સેમસનને બહાર કરીને દીપક હુડ્ડાને મોટી તક આપવામાં આવી છે. ચાલો જાણીએ આજની મેચમાં બંને ટીમોની પ્લેઈંગ-11 શું છે?
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (સી), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન.
પ્રથમ વનડે મેચ માટે પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.