કેન વિલિયમસને કહ્યું- સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી ટ્વેન્ટી મેચ રમાઈ હતી. જેમાં ભારતે 65 રને ખૂબ જ શાનદાર જીત મેળવી છે જેના કારણે સમગ્ર સિરિઝમાં ટીમ ઇન્ડિયા 1-0 થી પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. આગામી ત્રીજી t20 મેચ 22 નવેમ્બર ના રોજ મંગળવારે ન્યૂઝીલેન્ડ ખાતે રમાશે. સીરીઝની આ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ખરાબ રીતે હાર મેળવી છે જેના કારણે હાર બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને હારનું મોટું કારણ જણાવ્યું છે.
આ મેચમાં ન્યૂઝીલેન્ડ એ સૌપ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને છ વિકેટે 191 રન બનાવ્યા હતા. આ રન બનાવવામાં સૂર્યકુમાર યાદવનું મોટું યોગદાન હતું. તેણે 51 બોલમાં 111 રન બનાવીને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાની બેટિંગની સાથે બોલિંગ લાઈન પણ ખૂબ જ જોરદાર રહી હતી. તેમના બોલરો એ પણ ખૂબ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું.
ન્યૂઝીલેન્ડ મેચ હારતાની સાથે જ તેના કેપ્ટન કેન વિલિયમ્સને જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ નહિ પરંતુ આ ભારતીય સ્ટાર ફાસ્ટ બોલરના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર મેચમાં ન્યૂઝીલેન્ડ એ 126 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી જેને કારણે ટીમ ઇન્ડિયાએ ખૂબ સરળતાથી જીત મેળવી હતી. મેચ પૂર્ણ થતાની સાથે જ કોન્ફરન્સમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને હારનું કારણ જણાવ્યું હતું.
કેન વિલિયમ્સને કહ્યું કે સૂર્યકુમાર યાદવ નહિ પરંતુ ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અમારી હાલનું મોટું કારણ છે. મોહમ્મદ સિરાજની ફાસ્ટ બોલીંગના કારણે અમે ખૂબ જ કારમી હાર મેળવી હતી. ટીમ ઇન્ડિયાની સારી બોલિંગ લાઈનને કારણે અમે ટાર્ગેટ પૂર્ણ કરી શક્યા નહીં. આ મેચમાં મોહમ્મદ સિરાજે ચાર ઓવર ફેંકીને ફક્ત 24 રન જ આપ્યા હતા અને બે મહત્વની વિકેટો ઝડપી હતી. જેને કારણે અમારી ટીમ દબાણમાં આવી હતી અને કારમી હાર ભોગવી પડી હતી.
મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સરસ બોલિંગ કરી રહ્યો છે ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝમાં તેણે મહત્વની બે વિકેટો ઝડપી હતી. વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પટેલ પંડયાની કેપ્ટનસી હેઠળ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિરીઝ પૂર્ણ થતાની સાથે જ 25 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ઓડીઆઇ સિરીઝ પણ શરૂ થવા જઈ રહી છે.