કેન વિલિયમસને કહ્યું- મોહમ્મદ શમી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે હારનું કારણ…
ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમી ફાઈનલ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય 70 રનના મોટા અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ વખત કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મેચ બાદ કેન વિલિયમસન દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સમગ્ર મેચની ચર્ચા કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 4 વિકેટે 397 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલ આઉટ થઈ હતી. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી અને ન્યૂઝીલેન્ડની ટીમને ઓલ આઉટ કરી હતી છતાં પણ કેન વિલિયમસને મોહમ્મદ શમીને નહી પરંતુ આ ભારતીય ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.
કેન વિલિયમસને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું પરંતુ તેની પહેલા આ ભારતીય ખેલાડી અમારા માટે કાળ બન્યો છે. તેની સારી બેટિંગના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત તેના કારણે ટીમનો સ્કોર 400 સુધી પહોંચવા આવ્યો હતો. તે પહેલેથી મેચ વિનર સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે કેન વિલિયમસને તાજેતરમાં વિરાટ કોહલીની બેટિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે વિરાટ કોહલીએ આજે છેલ્લે સુધી ટકી રહીને 113 બોલમાં 117 રન બનાવ્યા છે. તેના કારણે શ્રેયસ પણ 105 રન બનાવી શક્યો હતો. બીજી તરફ ગિલને પણ ફાયદો મળ્યો હતો. કોહલી પહેલેથી મિડલ ઓર્ડરમાં તમામ ખેલાડીઓને સેટ કરતો જોવા મળે છે.
કેન વિલિયમસને વધુમાં જણાવ્યું કે જો વિરાટ કોહલીને આઉટ કરવામાં અમે સફળ રહ્યા હોત તો આ મેચ જીતવામાં ઘણી સરળતા રહે તેમ હતી. બીજી તરફ તેના કારણે અન્ય ખેલાડીઓને પણ મનોબળ મળતું હતું અને તેઓ અમારા પર દબાણ રાખવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમનું ફોર્મ આ વખતે સારું દેખાઈ રહ્યું છે. જેથી વર્લ્ડ કપ જીતવાની પણ દાવેદાર બની છે.