કેન વિલિયમસને આપ્યું મોટું નિવેદન આ સ્ટાર ખેલાડીને રોહિત શર્મા પછી બનાવવો જોઇએ ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હવે પૂર્ણ થયો છે ભારત સહિત વિશ્વની તમામ મોટી મોટી ટીમો ઓસ્ટ્રેલિયા ખાતે T 20 વર્લ્ડ કપ રમતી જોવા મળી હતી. પરંતુ હવે ત્યારબાદ આ વર્લ્ડ કપ પૂર્ણ થતા ફરી એક વાર તમામ ટીમો એકબીજા દેશો વચ્ચે ટી ટ્વેન્ટી અને વનડે સિરીઝન રમતી જોવા મળશે. ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલ મેચ હરતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ખૂબ જ મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ કેટલાક નવા સ્ટાર યુવા ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
વિરાટ કોહલી પછી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનની કમાન સંભાળી હતી પરંતુ કેટલીક અગત્યની મેચોમાં ટીમ ઇન્ડિયા હરતી જોવા મળી છે તો આ સાથે જ રોહિત શર્માએ ઘણી સિરીઝમાં જીત પણ હાંસલ કરી છે. રોહિત શર્માની કેપ્ટન હેઠળ ભારતે એશિયા કપ અને વર્લ્ડ કપ ગુમાવ્યો છે જેના કારણે હવે કેપ્ટન બદલવાની મોટી માંગો ઉઠી રહી છે જેને લઈને હમણાં જ કેન વિલિયમસને એક મોટું નિવેદન જાહેર કર્યું છે.
કેન વિલિયમસને કહ્યું કે રોહિત શર્મા પછી આ સ્ટાર ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવા માટે રોહિત શર્મા બાદ ઘણા બધા સિનિયર ખેલાડીઓ અને કેટલાક યુવા ખેલાડીઓ દાવેદાર છે પરંતુ આ સ્ટાર ખેલાડી કેપ્ટન બનવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે તેણે અત્યાર સુધીમાં ઘણી અગત્યની મેચોમાં સફળતાઓ અપાવી છે તેને લઈને હાલ મોટી માંગો ઉઠી રહે છે આ ભારતીય ખેલાડી વિશે આપણે આજે વિગતવાર વાત કરીશું.
કેને વિનિયમ છે ને તાજેતરમાં પોતાનું નિવેદન આપ્યું છે કે હાર્દિક પંડ્યા એ ટીમ ઇન્ડિયા નો સૌથી સફળ ઓલરાઉન્ડર બેટ્સમેન છે જે કેપ્ટન તરીકેની કમાન સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને એમ પણ કહ્યું છે કે હું હાર્દિક પંડ્યા સાથે રમ્યો છું અને તેની કેટલીક સફળતાઓ મેં જોયેલી છે. ipl જેવી મોટી ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શિપ કરીને સૌ પ્રથમ વખત સિરીઝમાં ટ્રોફી અપાવી છે. હાર્દિક પંડ્યા ખૂબ જ સફળ નેતૃત્વ અને માર્ગદર્શન કરી શકે છે.
કેન વિલિયમસન હાર્દિક પંડ્યા ના વધુ પડતા વખાણ કરતા જણાવે છે કે તેમની ગમે તેવી પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યા ટીમના સંતુલન માં રાખી શકે છે કેપ્ટન હોવા છતાં પણ તે બેટ્સમેન તરીકે અને બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. ટીમ ઇન્ડિયાના ભવિષ્યને ધ્યાનમાં લઈને હાર્દિક પંડ્યા ને કેપ્ટનશીપ સોંપવી જોઈએ. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 18 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની t20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે.