જંગલ ભી હમારા, રાજ ભી હમારા, શ્રીલંકા સિરીઝ પહેલા હાર્દિકે આપી મોટી ચેતવણી, વિડીયો થયો વાઇરલ જુઓ…

ટીમ ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી હતી. હવે બાંગ્લાદેશનો પ્રવાસ પૂર્ણ થયો છે. આગામી દિવસોમાં 3 જાન્યુઆરીથી ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T 20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ શરૂ થાય તે પહેલા હાર્દિક પંડ્યાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસ ત્રણ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયાનો નિયત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની સીરીઝમાં હાથના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા શ્રીલંકા સિરીઝમાંથી પણ બહાર થયો છે. જેને કારણે હાલ ટીમ ઇન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અત્યારે સંપૂર્ણ રીતે ફીટ નથી. જેને કારણે તે આગામી સમયમાં તે રમી શકે તેવી હાલતમાં નથી.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડિયા પરથી નક્કી થઈ ગયું છે કે શ્રીલંકા સિરીઝમાં હાર્દિક પંડ્યા જ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે. શ્રીલંકા પ્રવાસ માટે BCCI દ્વારા 27 ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અને આ T 20 સિરીઝ માટે બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સનો પ્રોમો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ પ્રોમોમાં હાર્દિક પંડ્યા સ્ટેડિયમમાં બેઠો જોવા મળી રહ્યો છે. અને તે આ વીડિયોમાં ખુલ્લી ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે જંગલ અમારું છે. તો શાસન પણ અમારું જ રહેવાનું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ સિરીઝ નું પોસ્ટર પણ વીડિયોના અંતમાં બતાવવામાં આવી રહ્યું છે જેમાં એક તરફ શ્રીલંકાના કેપ્ટન સનાકા અને બીજી તરફ હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યો છે. જુઓ આ વિડીયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *