ટીમ ઇન્ડિયામાં જસપ્રીત બુમરાહની થશે એન્ટ્રી, તે ઇજા માંથી થયો ફીટ, વર્ક-આઉટનો વિડીયો શેર કરી આપ્યા સંકેત… -જુઓ વિડિયો…
હાલ ટીમ ઇન્ડિયા સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. જેની વચ્ચે હાલ ટીમ ઇન્ડિયા અને ફેન્સ-ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને થયેલ ગંભીર ઇજાઓ માંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે. જેની સત્તાવાર જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વર્કઆઉટનો વિડીયો શેર કરીને જણાવી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાઓને કારણે છેલ્લા ઘણા સમયથી આરામ પર હતો. પરંતુ આ ઇજાઓ માંથી ફિટ થતા ફરી એકવાર ટીમ ઇન્ડિયામાં ધમાલ મચાવવા માટે આવી રહ્યો છે. આ ગંભીર ઇજાઓને કારણે એશિયા કપ 2022 અને T-20 વર્લ્ડ કપ 2022 જેવી મોટી ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યો નહીં. આ મોટી ટુર્નામેન્ટમાં તેની ગેરહાજરીના કારણે ટીમ ઇન્ડિયાને ખૂબ જ મોટું નુકસાન થયું હતું.
જસપ્રીત બુમરાહની ગેરહાજરીના કારણે T20 વર્લ્ડ કપ 2022ની નિર્ણાયક સેમી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતને કારમી હાર મળી હતી. તમે જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ વિના ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી ખૂબ જ મહત્વનો છે. તેની ઝડપી ઘાતક બોલિંગના કારણે વિશ્વના મોટા મોટા ખેલાડીઓ પણ ભયભીત થઈ જતા હોય છે.
જસપ્રીત બુમરાહ એ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી એક વર્કઆઉટ નો વિડીયો શેર કરીને જણાવ્યું છે કે તેઓ ઇજા માંથી સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયા છે. આગામી સમયમાં તેઓ ટીમ ઇન્ડિયામાં ફરી એન્ટ્રી કરશે તેને લઈને પણ મોટા સંકેતો આપ્યા છે. વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે જસપ્રીત બુમરાહ ટીમમાં વાપસી કરવા માટે સખત મહેનત અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેને આ વિડીયો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘તે ક્યારેય સરળ નથી હોતું પરંતુ તેનું ફળ ફાયદાકારક છે.’ જુઓ વિડિયો…