જાડેજાએ ચોથા જ બોલમાં ટ્રેવિસ હેડને આંખના પલકારે કર્યો આઉટ, આ બોલ જોઈને તમે પણ ચોંકી જશો…-જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોર ખાતે રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે બેટીંગમાં ભારતીય ટીમ થોડીક નબળી પરિસ્થિતિમાં જોવા મળી હતી. પ્રથમ દાવ દરમિયાન ભારતીય ટીમને ઘણું નુકસાન થયું હતું. ત્યારબાદ બોલિંગમાં ભારતીય ટીમે દિવસના અંતે જોરદાર વાપસી કરતી જોવા મળી હતી.

ત્રીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 109 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ભારતીય ટીમની બેટિંગ લાઇન સંપૂર્ણ ખરાબ જોવા મળી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.

રોહિત શર્મા ટોસ જીતીને બેટિંગ કરવાનો મોટો નિર્ણય લીધો હતો પરંતુ ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયન બોલરો સામે ટકી શક્યા નહીં અને ધડાધડ આઉટ થતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ ઓલ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ 109 રનનો પીછો કરવા મેદાને ઉતરી હતી. જેમાં ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ શરૂઆતમાં જબરજસ્ત બોલિંગ દેખાડી હતી.

રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઓવરોના ચોથા જ બોલ પર ટ્રેવિસ હેડને એક ઝાટકે આઉટ કર્યો હતો. આઉટ કર્યાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ક્રિકેટ ચાહકો રવિન્દ્ર જાડેજાની વાહ વાહ કરતા જોવા મળ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ બોલિંગની શરૂઆત કારતાની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ પર દબદબો બનાવ્યો હતો. ટ્રેવિસ હેડે પીચ પર આવતાનું સાથે પોતાનું બેટ ઉપાડવાનું શરૂ કરતા રવિન્દ્ર જાડેજા એ તેને નવ રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો. જુઓ આ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *