ગુજરાતના આ ઘાતક ખેલાડીને વર્લ્ડ કપમાં રમાડવો યોગ્ય નથી, ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, છતાં પણ થયો ચર્ચાનો વિષય…
હાલ ભારતની સાઉથ આફ્રિકા સામે t20 વર્લ્ડકપની સીરીઝ રમી રહી છે. ગઈકાલે રમાયેલ બીજી ટી 20 મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 16 રનથી શાનદાર જીત હાંસલ કરી છે. સાઉથ આફ્રિકા સામેની આખી સિરિઝમાં ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે. અને આ સિરીઝ પોતાના નામે કરી છે ભારતની જીત મળવા છતાં પણ કેટલાક ખેલાડીઓના ખરાબ પર્ફોમન્સના કારણે અમુક ખેલાડીઓ ચર્ચાનો વિષય બન્યા છે.
દ્વિતીય સીરીઝ પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ દ્વારા પ્રથમ બેટિંગ કરીને સાઉથ આફ્રિકાને 237 રનનો ટાર્ગેટ આપેલો હતો ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમ દ્વારા 20 ઓવર પૂર્ણ થતા પણ 121 રન બનાવીને કરારી હાર મેળવી હતી અને ભારતે 16 રને શાનદાર જીત પોતાના નામે કરી હતી. આ મેચમાં ઘણા રોમાંચિત અંદાજમાં ખેલાડીઓ પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા જેમાં એક ગુજરાતી ખેલાડી જીત મેળવ્યા છતાં પણ નિષ્ફળતાના કગારે આવીને ઉભો રહ્યો હતો.
ભારતીય ટીમની શાનદાર જીત મેળવવા છતાં પણ આ ગુજરાતી ખેલાડી મોટી ચર્ચાનો વિષય બન્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું તો આ સાથે જ આ ખેલાડીને વર્લ્ડકપ માંથી બહાર કરવાની પણ માંગણીઓ ઉઠી રહી હતી લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે વર્લ્ડ કપ રમવાને લાયક નથી તેને વર્લ્ડ કપમાંથી બહાર કરો. હાલ સોશિયલ મીડિયા પર તેના ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. તો આ ગુજરાતી ઘાતક ખેલાડી કોણ છે તેના વિશે વિગતવાર વાત કરીએ.
ટીમ ઇન્ડિયાનો ઘાતક ગેંદબાજ હર્ષલ પટેલ જે ગઈકાલની બીજી સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પોતાના ખરાબ પર્ફોમન્સને કારણે ભારે ચર્ચાનો વિષય બન્યો છે તેને ચાર ઓવર દરમિયાન એક પણ વિકેટ ઝડપી હતી નહીં, તો આ સાથે જ ચારે ચાર ઓવરમાં વધારે પડતા રન આપતો જોવા મળ્યો હતો. હર્ષલ પટેલના આ ખરાબ પરફોર્મન્સના કારણે છેલ્લા ઘણા સમયથી તે ટ્રોલ થઈ રહ્યો છે તે ભારતીય ટીમ માટે એક બોજ બન્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ ગુજરાતી ખેલાડીની બોલિંગ હવે પહેલા જેવી ઘાતક રહી નથી તેને ઇજાઓ થતા તેનું પર્ફોમન્સ ગાયબ થઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે તે સફળતા મેળવી શકતો નથી. આ ખરાબ પરફોર્મન્સના કારણે વર્લ્ડ કપ પહેલા બાકી રહેલ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી સીરીઝમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવશે અને ત્યારબાદ તેની જગ્યાએ બીજા ખેલાડીઓને સ્થાન આપવામાં આવે તેવી ચર્ચા હાલ કરવામાં આવી રહી.