થઈ ગયું નક્કી, વનડે વર્લ્ડ કપ 2023માં આવી હશે 15 સભ્યોની ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
પાંચ વર્ષ બાદ આઈસીસી દ્વારા ફરી એક વાર ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા વન ડે વર્લ્ડ કપનું મોટું આયોજન આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતના ઘર આંગણે થયું છે. આ વનડે વર્લ્ડ કપની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિશ્વની તમામ ટીમો પોતાની મજબૂત ટીમ બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે. તેવામાં બીસીસીઆઈ પણ વનડે વર્લ્ડકપને લઈને ટીમ ઇન્ડિયાની પસંદગીની પૂર્વ તૈયારીઓ કરતી જોવા મળી રહી છે.
રોહિત શર્માના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે રમનાર વનડે વર્લ્ડ કપ પહેલા ભારતની સંભવિત ટીમ સામે આવી છે. તો ચાલો આ લેખમાં જાણીએ વર્લ્ડ કપમાં કોને સ્થાન મળી શકે છે અને કોનું પત્તું કપાશે.
સૌપ્રથમ ભારતીય ટીમના બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવી શકે છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે KL રાહુલ અને ઈશાન કિશનને ટીમમાં મોટું સ્થાન મળી શકે છે. આ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની વિકેટકીપીંગની મોટી જવાબદારી સંભાળી રહ્યા છે.
ત્યારબાદ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ વિશે વાત કરીએ તો વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સુવર્ણ તક આપવામાં આવશે. આ સ્ટાર ખેલાડીઓ ભારતીય પીચ પર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સ્પીન બોલિંગની મોટી જવાબદારી કુલદીપ યાદવ અને યજવેન્દ્ર ચહલને સોંપવામાં આવી શકે છે.
ફાસ્ટ બોલિંગની મોટી જવાબદારી જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને સોંપવામાં આવશે. આ તમામ ખેલાડીઓ ભારતીય મેદાન પર વિરોધી ટીમ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. જસપ્રિત બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત છે. હજુ પણ તેની ઈજાઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ નથી. જેને કારણે આ વર્લ્ડ કપ સ્કિપ કરી શકે છે. સૂર્યકુમાર યાદવ પણ વન-ડે વર્લ્ડ કપમાંથી બહાર જોવા મળશે. તે વનડે ફોર્મેટમાં સંપૂર્ણ ક્લોપ સાબિત થયો છે.
ભારતીય ટીમ:- રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.