લાઈવ મેચમાં શુભમન ગિલને જોઈને દર્શકો “સારા-સારા”ની બૂમો પાડવા લાગ્યા પછી થયું એવું કે, વીડિયો વાયુવેગે થયો વાયરલ જુઓ…
રવિવારે તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને ઐતિહાસિક માર્જીનથી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝને 3-0થી ક્લિપ સ્વિપ કર્યું હતું. શુભમન ગિલે આ મેચમાં પોતાની બીજી વનડે સદી ફટકારી હતી. આ મેચ દરમિયાન શુભમન ગીલે 116 રનની મોટી શાનદાર ઇનિંગ રમી હતી.
પ્રથમ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે શ્રીલંકા સામે 390 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. શ્રીલંકાની બેટિંગ દરમિયાન જ્યારે શુભમન ગિલ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે એક મોટો કિસ્સો બન્યો હતો. શુભમન ગુલને જોઈને તમામ દર્શકો “સારા સારા” ના નારા લગાવવા મળ્યા હતા.
તમામ દર્શકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. શુભમન ગિલ ભારતનો યુવા તેજસ્વી બેટ્સમેન છે જેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પણ માનવામાં આવે છે. શુભમન ગિલ એક ખૂબ જ સુંદર અને હેન્ડસમ ખેલાડી છે. જે પોતાની અંગત વસ્તુઓ માટે પણ હંમેશા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહેતો હોય છે.
જો કે હાલ તેનો એક લાઇવ મેચ વાળો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. થોડા મહિના પહેલા જ શુભમન ગિલ બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની દિકરી ‘સારા અલી ખાન’ સાથે જોવા મળ્યો હતો. જેથી શરૂ મેચમાં ચાહકો ‘સારા’ ના નારા લગાવીને તેને ચિડવી રહ્યા હતા. આ જોઈને શુભમન ગીલ પણ શરૂ મેચમાં શરમાઈ ગયો હતો. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો….