ઈશાન કિશને 131 બોલમાં 210 રન ફટકારીને મચાવી તબાહી, અનેક મોટા રેકોર્ડો તોડી પાડ્યા..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની આ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચોમાં હાર મળી હતી. બાંગ્લાદેશ આ સમગ્ર સીરીઝમાં 2-0 થી મોટી લીડમાં છે. ટીમ ઇન્ડિયાને શરમજનક હારથી બચવા માટે ત્રીજી વન-ડે મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. તેવામાં આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.
ઓપનિંગ જોડી તરીકે ટીમ ઇન્ડિયા તરફથી શિખર ધવન અને ઈશાન કિશન બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. પરંતુ શિખર ધવન 8 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને વિરાટ કોહલીની પાર્ટનરશીપે જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. ઈશાન કિશને 131 બોલમાં 210 રન ફટકાડીને અનેક મોટા રેકોર્ડ અને તોડી પાડ્યા છે. સૌપ્રથમ નિશાન કિશને 126 બોલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે.
ઈશાન કિશને આ સમગ્ર મેચ દરમિયાન 23 ફોર અને 9 મોટી જોરદાર સિક્સર ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પણ સદી ફટકારી છે. ડબલ સદી ફટકારીને ઇશાન કિશને સૌથી ઝડપી ડબલ ડબલ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ક્રિસ ગેલનો સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઈશાન કિશને ધ્વસ્ત કર્યો છે. ત્યારબાદ બાંગ્લાદેશ સામે ODI માં ઈશાન કિશન સૌથી વધુ રન ફટકારવામાં પ્રથમ નંબરે પહોંચી ગયો છે.
ઈશાન કિશન આ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું છે. અને સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશમાં વન-ડેમાં સૌથી વધુ સ્કોર બનાવવામાં 210 રને ઈશાન કિશન પ્રથમ નંબરે છે. ત્યારબાદ 185 રને બીજા નંબર ઉપર અને વિરાટ કોહલી 183 રને ત્રીજા નંબર ઉપર છે.
રોહિત શર્માએ નિશાન કિશનને બાંગ્લાદેશ સામેની પ્રથમ બંને વન-ડે મેચમાં સ્થાન ન આપીને મોટી ભૂલ કરી છે. ત્રીજી વન-ડે મેચમાં ઈશાન કિશનને સ્થાન મળતાની સાથે તે મેચ વીનર ખેલાડી સાબિત થયો છે. ઈશાન કિશન આગામી સમયમાં ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન મેળવી શકે છે. તો આ સાથે ઈશાન કિશને શિખર ધવન નું પત્તું કાપવાનો પણ મોટો દાવો જાહેર કર્યો છે.