ઇશાન અને શિવમ દુબેની થશે એન્ટ્રી, આજે સંપૂર્ણપણે બદલાશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન…
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે રમાવાની છે. ભારતીય ટીમે આ સિરીઝ જીતી લીધી છે પરંતુ છેલ્લી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. આ પહેલા હાલમાં ભારતીય સ્ટાર કેપ્ટન સૂર્યકૂમારે પ્લેઇંગ ઇલેવન વિશે ઘણી મહત્વની વાતો જણાવી છે.
ચોથી મેચમાં જીત મેળવ્યા બાદ સૂર્યકુમારે જણાવ્યું હતું કે ભારતને હાલમાં જીત મળી રહી છે પરંતુ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને દરેક ખેલાડીઓને સ્થાન મળે તે જરૂરી છે. આવા કારણોસર ભારતીય ટીમમાં ફરી એક વખત બદલાવો જોવા મળી શકે છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે પાંચમી મેચમાં કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે.
સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અથવા ઋતુરાજ ગાયકવાડને આરામ આપીને હવે પાંચમી અને છેલ્લી મેચમાં ઈશાન કિશનને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતારવામાં આવી શકે છે. આ બંનેની જોડી અત્યાર સુધી ઘણી સફળ રહી ચૂકી છે. આ બંને ખેલાડીઓ મોટા સ્કોર બનાવવા માટે જાણીતા છે. બીજી તરફ શ્રેયસ ઐયરને ફરી એક વખત નંબર 3 પર સ્થાન આપવામાં આવશે.
મધ્યમ ક્રમની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત રીન્કુ સિંહને નંબર 5 પર મેદાને ઉતારવામાં આવશે. તેનું પણ હાલમાં પ્રમોશન થયું છે. વિકેટ કિપર બેટ્સમેન તરીકેની તમામ જવાબદારી સાથે જીતેશ શર્માને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. અક્ષર પટેલ હાલમાં સફળ રહ્યો છે પરંતુ વોશિંગ્ટન સુંદરને સ્થાન આપવું જરૂરી છે. જેથી નંબર 7 પર તેને સ્થાન આપવામાં આવશે.
સ્પિન બોલર તરીકે રવિ બિશ્નોઇને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે દિપક ચહર અને મુકેશ કુમારનું સ્થાન નિશ્ચિત છે પરંતુ આવેશ ખાનના સ્થાને શિવમ દુબેને સામેલ કરવામાં આવી શકે છે. તેને એક હજુ એક તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી શકે છે. આજની મેચ ઘણી મહત્વની રહેશે.