ઇરફાન પઠાણે આપ્યું ચોંકાનારું નિવેદન કહ્યું- હાર્દિક પંડ્યાને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને બનાવો કેપ્ટન…
તમામ ટીમો છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયા ખાતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમતી જોવા મળી હતી પરંતુ હવે વર્લ્ડ કપ પૂર્ણ થયો છે. અને તમામ ટીમો પરત ફરી છે. તેવામાં ટીમ ઇન્ડિયા હવે ફરી ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામે 18 નવેમ્બર થી 22 નવેમ્બર ની વચ્ચે ત્રણ મેચોની t20 સિરીઝ રમવાની છે જેમાં બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાને t20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ એક ઈરફાન પઠાણે તેના વિશે ચોંકાવનારૂ નિવેદન જાહેર કર્યું છે.
ટી 20 વર્લ્ડકપમાં હાર પછી ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીને આગામી એક વર્ષ સુધી T 20 ફોર્મેટ માંથી આરામ આપવામાં આવ્યો છે તો આ સાથે કેટલાક નવા યુવા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા પહેલા આયર્લેન્ડ સામે કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો અને તેમાં તેમણે સફળતા પણ મેળવી હતી.
જેથી હાલ બીસીસીઇ દ્વારા હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે પરંતુ ઈરફાન પઠાણે તેના વિશે મોટું નિવેદન આપ્યું છે. એ પણ પઠાણે કહ્યું છે કે હાર્દિક કેપ્ટન બનવા માટે સક્ષમ નથી. હાર્દિક પંડ્યાના સ્થાને આ ઘાતક ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓળે રાઉન્ડર બેટ્સમેન ઇરફાન પઠાણે કહ્યું છે કે હાર્દિક પંડ્યા એક બેટ્સમેનની સાથે ફાસ્ટ બોલર પણ છે હાર્દિક પંડ્યાને ઘણી વખત ગંભીર ઈજાઓ પણ પહોંચી ચૂકી છે. જેને કારણે ટીમને મોટી માત્રામાં નુકસાન પણ પહોંચ્યું છે.
આ બધા કારણોના લીધે ઈરફાન પઠાણે વધુમાં જણાવ્યું છે કે હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે આપણે રિષભ પંથને કેપ્ટનના રૂપમાં માટે તૈયાર કરવો જોઈએ. હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ માટે સક્ષમ નથી. રિષભ પંથ પણ કેપ્ટનશીપ સંભાળી શકે છે તે માટે તે મોટો દાવેદાર પણ માનવામાં આવે છે. રિષભ પંથ એક યુવા ખેલાડી તરીકે ટીમને મોટું યોગદાન પણ આપી શકે છે.
ઈરફાન પઠાણના આ ચોંકાવનારા નિવેદનને કારણે ફરી એક વખત ટીમ ઇન્ડિયાના કેપ્ટનને લઈને મોટા સવાલો ઉઠી રહ્યા છે. તો આ સાથે જ હાર્દિક પંડ્યા અને રિષભ પંથ બંનેને વારાફરતી ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની પૂર્વ તૈયારીઓ પણ ચાલી રહી છે.T 20 વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયા ફરી એક વાર બદલાતી જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે t20 સિરીઝ પછી વન-ડે સિરીઝ પણ શરૂ થવાની છે જેમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.