હાર્દિક પંડ્યા સાથે થયો અન્યાય, ચોખ્ખો નોટ આઉટ હોવા છતાં અમ્પાયરે આપ્યો ક્લીન આઉટ….-જુઓ વિડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યા સાથે અમ્પાયરે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે મોટો વિવાદ સર્જાયો છે. ચોખ્ખો નોટ આઉટ હોવા છતાં અમ્પાયરે હાર્દિક પંડ્યાને આઉટ આપ્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને તેને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે બેટિંગ કરીને 349 રનનો મોટો સ્કોર ઉભો કર્યો છે. જેમાં ટીમ ઇન્ડિયાનો 23 વર્ષેય યુવા બેટ્સમેન શુભમન ગિલે બેડવી સદી ફટકારી છે પરંતુ બેટિંગ સમયે હાર્દિક પંડ્યા સાથે અન્યાય થયો હોવાનો મામલો સામે આવ્યો છે.

તમને જણાવી દઇએ કે આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 38 કર્યા હતા. જેમાં ચાર ફોરનો સમાવેશ થાય છે પરંતુ આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યા અને શુભમન ગીલ જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે 40મી ઓવરમાં એક મોટી ઘટના ઘટી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ઓવર દરમિયાન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યો હતો. મિશેલનો બોલ હાર્દિક પંડ્યાએ મિસ કર્યો હતો. ત્યારે વિકેટકીપરનો હાથ સ્ટમ્પ પર લાગ્યો હતો.

ત્યારે હાર્દિક પંડ્યાને વિરોધી ટીમ દ્વારા આઉટની અપીલ કરવામાં આવી હતી. જેને કારણે આ સમગ્ર મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરને આ નિર્ણય લેવામાં મોટી ભૂલ થઈ હતી. અને નોટ આઉટ હોવા છતાં આઉટ આપ્યો હતો. આ સમગ્ર મામલાને કારણે હાલ ક્રિકેટ ફેન્સમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જુઓ વિડિયો…

https://twitter.com/binu02476472/status/1615666527461838849?t=SrWnpYt7wUskrzfkiEX_MA&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *