ત્રીજી વન-ડે મેચમાં ભારતની પ્લેઈંગ 11 હશે કઈંક આવી, જાણો શિખર ધવને કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કાપ્યું..

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. જેની ત્રીજી મેચ આગામી 30 નવેમ્બરના રોજ હેગલી પાર્ક દક્ષિણ ખાતે રમાશે. આ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0 થી પાછળ છે. જેને કારણે શિખર ધવન ટીમમાં મોટા બદલાવો કરી શકે છે. આ સીરીઝમાં બરાબરી કરવા માટે ટીમ ઇન્ડિયાને આગામી મેચ જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ટીમ ઇન્ડિયાને પ્રથમ વન-ડે મેચમાં સાત રને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી વન-ડે મેચ વરસાદને કારણે રવિવારે રદ થઈ હતી. આ સમગ્ર સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરતા ખેલાડીઓને શિખર ધવન ટીમમાંથી બહારનો રસ્તો બતાવશે. ચાલો જાણીએ આ ત્રીજી વન-ડે મેચમાં પ્લેઈંગ 11 કંઈક કેવી રહેશે. શિખર ધવન આ ખેલાડીઓને આપશે સ્થાન અને આ ખેલાડીઓનું કાપશે પત્તું.

ટીમ ઇન્ડિયાની બેટિંગમાં પ્રથમ ઓપનિંગ જોડી વિશે વાત કરીએ તો શિખર ધવન અને શુભમન ગિલ સારું પ્રદર્શન દેખાડી રહ્યા છે. પ્રથમ વન-ડે મેચમાં તેણે ખૂબ જ મોટી ભાગીદારી બનાવી હતી. ત્યારબાદ નંબર 3 પર શ્રેયસ ઐયર રમતો જોવા મળશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં નંબર 3 પર શ્રેયસ ઐયર સારું પ્રદર્શન દેખાડી રહ્યો છે. ત્યારબાદ નંબર 4 પર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા માટે યોગ્ય છે.

સૂર્ય કુમાર યાદવ T 20 ફોર્મેટની સાથે સાથે વન ડે ફોર્મેટમાં પણ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યો છે. તેની ઘાતક બેટિંગને કારણે તે વિરોધી ટીમને ખતમ કરી શકે છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 5 પર રિષભ પંથને ફરી એકવાર મોટી તક આપવામાં આવી છે. વધુમાં દીપક હુડ્ડાની જગ્યાએ સંજુ સેમસને ફરી એકવાર મોટી તક શિખર ધવન આપી શકે છે.

આ ઉપરાંત બોલીંગ લાઈનમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે. જેમાં ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહને મોટી તક આપવામાં આવી છે. ત્યારબાદ ઉમરાન મલિક, દિપક ચાહરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ વોશિંગ્ટન સુંદરને ઓલ રાઉન્ડર તરીકે મોટી તક મળી શકે છે. ત્યારબાદ યુજવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં મોટું સ્થાન આપી શકે છે.

ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *