WTC ફાઈનલમાં ભારતની હાર નક્કી, આ ઘાતક ખેલાડીને સ્થાન ન આપીને BCCIએ કરી મોટી ભૂલ…
IPLની 16મી સીઝન પૂર્ણ થયા બાદ તરત જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જુનની વચ્ચે ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 15 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે.
પસંદગી કારકોએ જાહેર કરેલ 15 સભ્યોની ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીને સામેલ ન કરતા સોશિયલ મીડિયા પર ભારે બબાલ જોવા મળી છે. અને ઘણા દિગ્ગજ ક્રિકેટરો એવું પણ કહી રહ્યા છે કે આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન ન આપીને બીસીસીઆઈએ મોટી ભૂલ કરી છે. ભારતીય ટીમ સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચ્યું છે. પ્રથમ વખત ભારતને ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમ આ વખતે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કોઈ પણ ભોગે જીતવા માંગે છે. તેને કારણે સિલેકટરો દ્વારા ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. આ બદલાવોમાં BCCIએ એક મોટી ભૂલ પણ કરી છે. જેને કારણે ભારતને આ મહત્વની મેચમાં હારનો સામનો કરવો પડી શકે છે. આ ભૂલને લઈને મોટા દિગ્ગજ ક્રિકેટરો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઇએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં યુવા સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાનને સ્થાન આપવામાં આવ્યું નથી. સરફરાજ ખાન છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. જેના કારણે મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો તેને ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્વની મેચમાં રમતો જોવા માંગે છે પરંતુ BCCI એ તેને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી છે.
સરફરાજ ખાને અત્યારે સુધીમાં 37 ફર્સ્ટ ક્લાસ મેચો રમી ચૂક્યો છે. જેમાં તેણે 79.5ની એવરેજથી 3505 રન ફટકાર્યા છે. વધુમાં 26 લીસ્ટ Aમાં સરફરાજ ખાને 39.08ની એવરેજથી 469 રન બનાવ્યા છે. ત્યારબાદ તેણે T20 ક્રિકેટમાં 84 મેચો રમી છે. જેમાં તેણે 1071 રન ફટકાર્યા છે. Ipl 2023માં તે સારા ફોર્મમાં જોવા નથી. જેના કારણે સિલેકટરોએ તેને ટીમમાંથી બહાર કર્યો છે.