ભારતની હાર પાક્કી, બાબર આઝમે રાતોરાત આ ઘાતક ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન…

તાજેતરમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામેની જ મહત્વની મેચમાં જબરદસ્ત જીત મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે પણ જીત મેળવી હતી. હવે પાકિસ્તાન સામે શનિવારના રોજ મહા મુકાબલો થવાનો છે. આ મેચ માટે બંને ટીમો હાલમાં અમદાવાદ ખાતે આવી પહોંચી છે. આ મેચ પહેલા હાલમાં બાબર આઝમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાન બંને ફક્ત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ આમને સામને જોવા મળે છે. થોડા સમય પહેલા એશિયા કપમાં બંને ટીમોનો મુકાબલો થયો હતો. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ ઘણી નબળી હાલતમાં જોવા મળી હતી. આવા કારણોસર બાબર આઝમે ભારત સામેની મેચ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર બાબર આઝમે વર્લ્ડકપમાં આ સુપરસ્ટાર ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું છે. તેણે અચાનક જ આ સ્ટાર બેટ્સમેનને મેદાને ઉતાર્યો છે. તેણે આવતાની સાથે જ સદી પણ ફટકારી છે. ભારત સામે તે કાળ બની શકે છે. તે શનિવારના રોજ પાકિસ્તાન માટે ખૂબ જ અસરકારક રહેશે. તો ચાલો આપણે જાણીએ કે આ પાકિસ્તાની સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બાબર આઝમે ઓપનર બેટ્સમેન અબ્દુલ્લાહ શફીકને વર્લ્ડ કપમાં સ્થાન આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી ફકર ઝમાન ઓપનર તરીકે જોવા મળતો હતો પરંતુ તે નિષ્ફળતાના કારણે હાલમાં અબ્દુલ્લાહને સ્થાન મળ્યું છે. તેણે આવતાની સાથે જ તાજેતરમાં શ્રીલંકા સામેની મેચમાં 103 બોલમાં 113 રન બનાવ્યા છે. હવે તે ભારત સામે પણ સારૂ પ્રદર્શન કરતો જોવા મળશે.

અબ્દુલ્લાહના આવતાની સાથે જ બેટિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. આ ઉપરાંત પાકિસ્તાનની બોલિંગ લઈને પહેલેથી મજબૂત છે. જેથી તેઓ આ વખતે વર્લ્ડ કપમાં ભારત સામે જીત મેળવી શકે છે. હાલમાં તેઓએ વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેઓ પણ સેમિફાઇનલમાં પહોંચવા માટે મોટી દાવેદાર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *