વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
Ipl પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમ વેકેશન ઉપર છે. પરંતુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. આ ટેસ્ટ સીરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
WTCની ફાઈનલમાં ભારતની કારમી હાર બાદ દ્વારા BCCI દ્વારા ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં વાઈસ કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મહમદ શમીને વેસ્ટ ઇન્ડીઝ સામે આરામ આપવામાં આવ્યો છે.
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમને વધુ મજબૂત બનાવવા માટે પ્રથમ ભારતીય બેટ્સમેનો પર એક નજર કરીએ તો શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયશવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીને ટીમમાં સ્થાન આપીને બીસીસીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભરત અને ઇશાન કિશનને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. બોલિંગ લાઈન વધુ મજબૂત બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા રવીશચંદ્ર અશ્વિનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ સ્પીન બોલર તરીકે શાર્દુલ ઠાકોરને મોટી તક આપવામાં આવી છે. તો ફાસ્ટ બોલીંગ તરીકે મોહમ્મદ શમીને આ ટેસ્ટ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે.
ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (VC), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મો. સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.