ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ ઘર આંગણે ફરી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની T20 સિરીઝ રમાવવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની T20 સિરીઝ 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરીની વચ્ચે રમવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની ટી 20 સિરીઝ માટે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.

ભારતીય ટીમમાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ટી20 સિરીઝમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અને નવા યુવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય ગણીને મોટી તકો આપવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ચેતન શર્માની આગેવાની હેઠળ બીસીસીઆઇએ પસંદ કરેલ નવી ટીમ ઇન્ડિયાનીમાં સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી વર્ષ વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હાલ રોહિત શર્મા, વિરાટ કોહલી, KL રાહુલ સહિતના તમામ સિનિયર ખેલાડીઓને આગામી એક વર્ષ સુધી ટી 20 ફોર્મેટ માંથી બહાર આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે નવા યુવા ખેલાડીઓને હાલ વધુ તકો આપવામાં આવી રહી છે. બીસીસીઆઇ દ્વારા ટીમ જેમ મજબૂત બને તેવા મોટા પ્રયત્નો અને નિર્ણયો પણ લઈ રહી છે.

ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ. ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *