ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. જેની અંતિમ મેચ આવતીકાલે 15 જાન્યુઆરીના રોજ રમાવાની છે. ત્યારબાદ ભારત ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વેચવાની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની T20 સિરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની વન-ડે સીરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે 18 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની T20 સિરીઝ રમવાની છે. ત્યારબાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવાની છે. પરંતુ હાલ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.
ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. બીસીસીઇ દ્વારા જાહેર કરેલ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચેતન શર્માની આગેવાની હેઠળ BCCIની નવી પસંદગી સમિતિએ આ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે.
ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.