ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ યુવતી સાથે લુખ્ખા તત્ત્વોની જેમ કરી મારામારી, સેલ્ફી લેવાના ચક્કરમાં…-જુઓ વિડિયો
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચાનો વિષય બન્યો છે. હાલ વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં પૃથ્વી શો સપના નામની યુવતી સાથે લુખ્ખા તત્વો ની જેમ ગુંડાની જેમ મારામારી કરતો સામે આવ્યો છે. યુવતી પર ખુલ્લેઆમ મારામારી બાદ પૃથ્વી શોની કાર પર કેટલાક લોકોએ ધોકા અને પથ્થર વડે હુમલો પણ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો ખુલ્લેઆમ રસ્તા પર યુવતી સાથે ગુંડાગરતી કરતો નજરે પડ્યો છે. જેને કારણે હાલ ભારતીય ક્રિકેટ ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પૃથ્વી શો સપના નામની છોકરી સાથે ખુલ્લેઆમ લુખ્ખા તત્વોની જેમ મારામારી કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો મુંબઈના પરેલ વિસ્તારમાં એક પાર્ટીમાં આવ્યો હતો. જ્યાં આ મારામારીની મોટી ઘટના ઘટી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પૃથ્વી શો એક છોકરી સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ સમયે છોકરી પૃથ્વી શો પર ગેરવર્તન કરવાનો મોટો આરોપ લગાવતી જોવા મળી રહી છે.
ANIના અહેવાલ મુજબ પૃથ્વી શોની આ છોકરી અને તેના મિત્રો સાથે મોટી અથડામણ થઈ હતી. જેને કારણે મુંબઈ પોલીસે લગભગ આઠ લોકો વૃદ્ધ કાયદેસર FIR કરીને મોટી કાર્યવાહી હાથધરી છે. આ સમગ્ર ઘટનામાં સપના નામની છોકરી પૃથ્વી શો સાથે સેલ્ફી લેવા માંગતી હતી પરંતુ આ દરમિયાન શો ગુસ્સે ભરાયો હતો અને છોકરી સાથે ઝપાઝપી બોલાવી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે પૃથ્વી શો યુવતી સાથે ખૂબ જ ખરાબ રીતે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયો ઉપર હજુ કોઈ પુસ્ટીકરણ કરવામાં આવ્યું નથી. સેલ્ફી લેવાના ચક્કરમાં પૃથ્વી શો ખુબ જ ગુસ્સે ભરાયો હતો અને ચાહકો પર ખૂબ જ ખરાબ રીતે ભડક્યો હતો. જુઓ વિડિયો