ભારતે ટોસ જીતીને લીધી બેટિંગ, KL રાહુલે આ મેચવિનર ખેલાડીને આપી તક, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે અને બે મેચોની ટેસ્ટ શ્રેણીની આજે શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચ ચટગાંવ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ્ટ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કે એલ રાહુલને સોંપવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોંચવા માટે આગામી બધી જ ટેસ્ટ મેચો જીતવી ખૂબ જ અગત્યની છે. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરીઝ જીતવી ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ જરૂરી છે. પ્રથમ ટેસ્ટ મેચ વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન કે એલ રાહુલે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો આ સાથે જ કે એલ રાહુલે લાંબા સમય બાદ આ મેચવીનર ખેલાડીને ટીમમાં સ્થાન આપીને સારો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે કેલ રાહુલ કેપ્ટન બનતાની સાથે જ ટેસ્ટ ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. તેણે લાંબા સમય બાદ કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોટું સ્થાન આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે ટેસ્ટ રમતો જોવા મળ્યો ન હોતો પરંતુ કે એલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ તેને બાંગ્લાદેશે સામેની પ્રથમ મેચમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
કુલદીપ યાદવે અત્યારે સુધીમાં ભારતીય ટીમ માટે 7 ટેસ્ટ મેચમાં 26 વિકેટ લીધી છે. તે ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. કુલદીપ યાદવ છેલ્લા ઘણા સમયથી તમામ ફોર્મેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. કુલદીપ યાદવ સ્પીન બોલર તરીકે ખૂબ જ સફળ સાબિત થયો છે. કે એલ રાહુલે ટીમમાં બીજા અન્ય ઘણા બદલાવો કર્યા છે જેમાં અક્ષર પટેલ, અશ્વિન અને કુલદીપ એક સાથે ત્રણ સ્પીનરોને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર એક નજર કરીએ તો કોને મળ્યું સ્થાન અને કોનું કપાયું : કેએલ રાહુલ (C), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (VC), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (WK), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મહમદ સિરાજ..