ભારતે ટોસ જીતીને લીધી બેટિંગ, પ્લેઇંગ 11 માંથી હાર્દિક-ઉમરાનની છુટ્ટી, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની વન-ડે સિરીઝની ફાઈનલ નિર્ણાયક મેચ કેરળના તિરુવનંતપુરમમાં આવેલ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે આ સિરીઝની પ્રથમ બંને મેચોમાં ભવ્ય વિજય મેળવ્યો છે. તેને કારણે સમગ્ર સીરીઝમાં 2-0 થી ભવ્ય લીડ મેળવી છે. આ નિર્ણાયક છેલ્લી મેચ જીતીને સમગ્ર સિરીઝમાં ભારત ક્લીન સ્વિપ કરી શકે છે.
ત્રીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને શ્રીલંકાની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે. શ્રીલંકા સામેની આ ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયામાં બે મોટા બદલાવો કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે.
વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાએ તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને કારણે હાલ ભારતીય ટીમમાં ઘણા બદલાવો અને મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઘણા સિનિયર ખેલાડીઓના સ્થાને નવા યુવા ખેલાડીઓને સેટ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે અવારનવાર ટીમમાં ઘણા બદલાવો થતા જોવા મળી રહ્યા છે. શ્રીલંકા સામેની આ ત્રીજી નિર્ણાયક મેચમાં પણ બે મોટા બદલાવો કરવામાં આવ્યા છે. ચાલો ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ.
ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ