ભારતનું ત્રીજી વખત વનડે વર્લ્ડકપ જીતવું નિશ્ચિત, રોહિતની કેપ્ટનશિપમાં ભારતને મળ્યા આ 2 મેચ વિનર ખેલાડી….

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સીરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બુધવારના રોજ રમાઇ હતી. જેમા ભારતે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર 12 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. આ મેચ ખુબ જ કટોકટી ભરી જોવા મળી હતી.

આ મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમના કેપ્ટનર રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 349 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકન ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. પરંતુ 337 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. જેને કારણે ભારતીય ટીમએ આ મેચ દરમિયાન 12 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠની ટીમ ઇન્ડિયા ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાના આ બે યુવા સ્ટાર ખેલાડીઓએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવીને તમામ દર્શકોની સાથે ટીમ પસંદગીકર્તા ઓના પણ દિલ જીતી લીધા હતા. આ બે સ્ટાર ખેલાડીઓ ભારતને ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપ જીતાડી શકે છે. ભારતીય ટીમની બોલિંગ દરમિયાન કિવી ટીમના માઈકલ બ્રેસવેલએ ખૂબ જ ખતરનાક ઈનીગ્સ રમી હતી.

આ સમયે એવું લાગ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ હારી જશે પરંતુ ભારતીય ટીમના યુવા બોલર મોહમ્મદ સિરજે તગડી ચાલ ચલી હતી. આ મેચ દરમિયાન મોહમ્મદ સિરજે તેની 10મી ઓવરમાં ઉપરાઉપરી બે મહત્વની વિકેટો ઝડપીને ભારતની જીત પાક્કી કરી હતી. સમગ્ર મેચ દરમિયાન તેણે 10 ઓવરમાં 46 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. મોહમ્મદ સિરાજ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. મોહમ્મદ સિરાજનું વનડે વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નક્કી થઈ ગયું છે.

વધુમાં તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં સ્ટાર ઓપનર શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. શિખર ધવનના સ્થાને હાલ રોહિત શર્માની સાથે ઈશાન કિશન નહીં પરંતુ શુભમન ગીલને ઓપનિંગ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહી છે. પરંતુ શુભમન ગીલ ખુબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. જેને કારણે તે વનડે વર્લ્ડ કપમાં પણ ઓપન્નર તરીકે પોતાનું સ્થાન નક્કી કરી શકે છે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પણ તેણે સદી ફટકરી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં પોતાના કરિયરની બેવડી સદી ફટકારી હતી. જેથી વન ડે વર્લ્ડ કપ તે પોતાના દમ પર જીતાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *