IND vs SA: ટી-20 સિરીઝ માટે 16 સભ્યોની થઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. ભારત ખાતે રમાઈ રહેલ આ સિરીઝ તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટી-20, વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ ત્રણેય સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ બાબતે હાલમાં ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દરેક ટીમો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં જ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા આ સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો આપણે જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી સાઉથ આફ્રિકાની ટીમને કમાન ટેમ્બા બાવુમા સંભાળી રહ્યો હતો પરંતુ વનડે વર્લ્ડ કપમાં કારમી હાર મળી હતી. બીજી તરફ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં જ એડન માર્કરામને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભારત સામેની સિરીઝ તેના માટે મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ ડેવિડ મિલર, કેશવ મહારાજ અને લૂંગી એનગીડી જેવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.
એડન માર્કરામે કેપ્ટન બનતાની સાથે જ શમ્સી અને માર્કો જેન્સન જેવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. બીજી તરફ ઘણા નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સિરીઝ દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તો ચાલો આપણે યુવા ખેલાડીઓ પર નજર કરીએ અને જાણીએ કે આ સિરીઝમાં અન્ય કોણે કોણે સ્થાન મળ્યું છે.
સાઉથ આફ્રિકાની ટીમ: એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેત્ઝકે, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન , હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ અને લિઝાદ વિલિયમ્સ.