IND vs PAK: આવતીકાલની મેચ 100 % થશે રદ, સામે આવ્યું ચોંકાવનારું કારણ…
આવતીકાલે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો થવાનો છે. આ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન બંને ટીમોના ખેલાડીઓ હાલમાં અમદાવાદ આવી પહોંચ્યા છે અને સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ શરૂ થાય તે પહેલા જ હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમો ફક્ત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ આમને સામને આવે છે. થોડા સમય પહેલા એશિયા કપમાં બંનેનો સામનો થયો હતો. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે આવતીકાલની મેચ માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ આ પહેલા બંને ટીમો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલની મેચ સો ટકા રદ થશે તેવા સમાચાર જાણવા મળ્યા છે.
તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ પાછળ ચોંકાવનારું કારણ પણ જણાવવામાં આવ્યું છે. આ મેચ ખૂબ જ મહત્વની છે પરંતુ રદ થશે તો બંને ટીમોને મોટું નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ક્યા કારણોસર ખૂબ જ મહત્વની આ મેચ રદ થશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની પૂરેપૂરી આગાહી કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેર તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત હવામાન ખૂબ જ સૂકું રહેવાનું પણ કહ્યું છે. જો છૂટો છવાયો વરસાદ પડશે તો નુકસાન થશે નહીં પરંતુ વાતાવરણમાં પલટો આવવાના કારણે કોઈપણ સમયે ધોધમાર વરસાદ પડી શકે છે. જેથી મેચ પણ રદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી બાદ બંને ટીમોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે કારણ કે બંને ટીમો હાલમાં પોઇન્ટ ટેબલમાં ટોપ ક્રમ પર જોવા મળી છે. આવી સ્થિતિમાં જો આ મેચ રદ થશે તો બંને ટીમોને એક એક પોઈન્ટ મળી શકે છે અને પોઇન્ટ ટેબલમાં પણ ઘણું નુકસાન થઈ શકે છે. આવા કારણોસર આ મેચ રમાય તે ખૂબ જરૂરી છે. હવે આગામી સમયમાં આ બાબતે અપડેટ આપવામાં આવશે.