ત્રીજી ટી-20 મેચમાં હાર્દિક ટીમમાં કરશે મોટા બદલાવ, આવી કંઇક રહેશે ભારતની પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તુ કપાશે….
નવા વર્ષે ભારત શ્રીલંકા સામે ત્રણ મેચોની T 20 સિરીઝ રમી રહી છે. જેની બીજી મેચ ગઈકાલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતને 16 રને હરાવ્યું હતું. શ્રીલંકાએ આ બીજી મેચ જીતીને સમગ્ર સીરીઝમાં ભારત સાથે 1-1થી બરાબરી કરી છે. ભારતને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આગામી ત્રીજી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
બીજી મેચમાં કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ત્રીજી મેચમાં ઘણા મોટા બદલાવો કરી શકે છે. આ સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ જીતવા માટે હાર્દિક પોતાના ઘાતક હથિયારો મેદાને ઉતારી શકે છે. T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાવા જઈ રહી છે. ત્રીજી મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાને મજબૂત કરવી જરૂરી છે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં આ મોટા ફેરફારો થઈ શકે છે. ચાલો ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ 11 પર એક નજર કરીએ. કોને મળ્યુ સ્થાન અને કોનો પત્તું કપાયું. પ્રથમ ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન વિશે વાત કરીએ તો ઈશાન કિશન અને શુભમન ગીલના સ્થાને ઋતુરાજ ગાયકવાડને મેદાને ઉતારવામાં આવશે. પ્રથમ બંને મેચ દરમિયાન ગીલ સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયો હતો. જેને કારણે તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.
મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરતો નજરે પડશે. ત્યારબાદ હાર્દિક પંડ્યા નંબર 5 પર ઓલરાઉન્ડર તરીકે બેટિંગ કરતો મેદાને ઉતરશે. આ ઉપરાંત દીપક હુડ્ડા નંબર 6 પર અને અક્ષર પટેલ નંબર 7 પર ફરી એક વાર મેદાને ધૂમ મચાવતા જોવા મળશે. આ તમામ ખેલાડીઓને બેટિંગની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ત્યારબાદ ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન પર એક નજર કરીએ તો સ્પીન બોલિંગ તરીકે યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર તરીકે ઉમરાન મલિક અને શિવમ માવિને મોટી તક આપવામાં આવી છે. ત્યારબાદ અર્શદીપ સિંહને ત્રીજી મેચમાં બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. તેના સ્થાને ગુજરાતી સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા આ મજબૂત પ્લેઇંગ 11 સાથે મેદાને ઉતરી શકે છે.