બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી બેટિંગ, સુર્યા બહાર, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ આજે એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે.
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. જેને ભારતીય ટીમે આ સમગ્ર સિરીઝમાં 1-0ની લીડ બનાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમની આ સમગ્ર શ્રેણી જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે ભારતીય ટીમમાં અવારનવાર બદલાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બેચ દરમિયાન પણ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની આ બીજી ટેસ્ટ મેચ જીતવા મોટા પ્રયત્નો કરતી જોવા મળશે. બંને ટીમો આ મેચ જીતવા માટે પોતાનો દબદબો બનાવી રાખશે. બીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ 11 માં કેપ્ટન રોહિત શર્માએ એક મોટો ફેરફાર કર્યો છે. જેમાં ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને બહાર કરીને તેના સ્થાને આ મેચ વિનર ખેલાડીને ટીમમાં સ્થાન આપીને મોટી રણનીતિ અપનાવી છે.
કેપ્ટન રોહિત દરમ્યાન જણાવ્યું છે કે દિલ્હીની પીચને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં આ એક બદલાવ કરવો ખૂબ જ જરૂરી હતો. અમે વિરોધી ટીમ પર દબાણ બનાવવાનું વિચારી રહ્યા છીએ જેને કારણે આ સ્ટાર ખેલાડીને બહાર કરીને તેના સ્થાને ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેનને શ્રેયાસ ઐયરને મોટી તક આપવામાં આવી છે. જે ભારતીય ટીમમાં નંબર પાંચ પર બેટિંગ કરતો જોવા મળશે. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ :-
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.