બીજી વન-ડે મેચમાં રિષભ પંથની થશે છુટ્ટી, શિખર ધવન ઉતારશે તેનું આ ઘાતક હથિયાર….

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ મેચ 25 નવેમ્બરના રોજ ઓકલેન્ડના ઇડન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડએ ભારતને સાત વિકેટે કારમી હાર આપી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે આ શ્રેણીમાં 1-0 ની મોટી લીડ મેળવી છે. આ સમગ્ર શ્રેણી પર વિજય મેળવવા માટે ભારતે હવે આગામી બંને મેચ જીતવી ખૂબ જ અગત્યની બની ગઈ છે.

આ સિરીઝની પ્રથમ મેચ વિશે વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ભારતે બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરના જવાબ પર ન્યૂઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 309 રન બનાવીને મોટી જીત મેળવી હતી.

આ સમગ્ર મેચ દરમિયાન રિષભ પંથ કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. જેને કારણે શિખર ધવન આગામી બીજી વનડે મેચમાં રિષભ પંથને છુટ્ટી આપી શકે છે તેના સ્થાને આ ઘાતક ખેલાડીને મોટી તક આપી શકે તેમ છે. રિષભ પંથ છેલ્લા ઘણા સમયથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. છતાં પણ વારંવાર તેને ટીમમાં મોટી તક આપવામાં આવી રહી છે. પરંતુ હવે શિખર ધવન તેના પર દયા રાખશે નહીં અને તાત્કાલિક ટીમમાંથી બહાર કરશે.

આ પ્રથમ વન-ડે મેચમાં શિખર ધવને ટીમની પ્લેઇંગ 11માં સ્થાન આપીને મોટી ભૂલ કરી હતી. તે ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે આ મેચમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આગામી બીજી વન-ડે મેચમાં ધવન રિષભ પંથને બહાર કરીને દીપક હુડ્ડાને મોટું સ્થાન આપી શકે છે. દીપક હુડ્ડા ન્યૂઝીલેન્ડ સામેની T 20 શ્રેણીમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તો આ સાથે સિરીઝ માટે મેચ વિનાર ખેલાડી સાબિત થયો હતો.

દિપક હુડ્ડાએ ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝની બીજી મેચમાં 2.5 ઓવર ફેકીને ફક્ત 10 રન આપ્યા હતા. અને મહત્વની 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનના કારણે આ સિરીઝમાં મોટી જીત મેળવી હતી. વધુમાં તમને જણાવી દઈએ કે દીપક હુડ્ડાએ ભારત માટે ટી 20 માં સદી પણ ફટકારી હતી. તેણે 15 T20 માં 302 રન અને 8 વન-ડે મેચમાં 141 રન ફટકારેલા છે. શિખર ધવન નો આ મોટું હથિયાર ગણી શકાય જેને આગામી મેચમાં મોટું સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *