બીજી મેચમાં ભારતે ટોસ જીતીને લીધી બોલિંગ, હાર્દિક આ બે મોટા બદલાવો સાથે ઉતરશે મેદાને, જાણો કોને મળ્યુ સ્થાન અને કોનું પત્તું કપાયું…
નવા વર્ષે ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T 20 સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચ ત્રણ જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારબાદ હવે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમવા જઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને શ્રીલંકાની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે.
શ્રીલંકા સામેની બીજી T20 મેચની પ્લેઇંગ 11માં ટીમ ઇન્ડિયામાં બે મોટા બદલાવો કરવામાં આવ્યા છે. આ બીજી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાહુલ ત્રિપાઠીને ડેબ્યુ કેપ આપીને મોટી તક આપવામાં આવી છે. પ્રથમ મેચ દરમિયાન સંજુ સેમસંન ફિલ્ડીંગ દરમિયાન ઇજાગ્રસ્ત થતા તેને સ્થાને રાહુલ ત્રિપાઠીને મોટી તક આપવામાં આવી છે.
રાહુલ ત્રિપાઠી છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયામાં રમવાનો એક સુનેહરો મોકો મળ્યો છે. આ બદલાવ ઉપરાંત એક બીજો પણ બદલાવ કરવામાં આવ્યો છે જેમાં આ મેચવીનર ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે બીજી ટી 20 મેચમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર હર્ષલ પટેલને ટીમ ઇન્ડિયા માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પ્રથમ મેચમાં તેણે ચાર ઓવરમાં 41 રન આપીને બે મહત્વની વિકેટ ઝડપી હતી. છતાં પણ તેને બીજી મેચમાં બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેના સ્થાને અર્શદીપ સિંહને તક આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ.
બીજી ટી 20 મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન: હાર્દિક પંડ્યા (C), શુભમન ગિલ, ઇશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ (VC), રાહુલ ત્રિપાઠી (ડેબ્યુ), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શિવમ માવી, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ