હોસ્પિટલમાં ક્રિકેટર રીષભ પંતે અકસ્માતનું ચોંકાવનારું કારણ આપ્યું, કહ્યું- હું કાર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક…
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વહેલી સવારે અકસ્માતનો શિકાર બન્યો છે. બાંગ્લાદેશનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં સમગ્ર ટીમ સ્ટાફ સાથે ઇન્ડિયા પરત ફરી છે. ટીમ ઇન્ડિયા પરત ફરતાની સાથે જ BCCI દ્વારા શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થતી 3 મેચોની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરી હતી. જેમાં રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો પહેલી સવારે 5:30 વાગે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મોટો અકસ્માત નડ્યો હતો. પંતની કાર રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર અથડાયા બાદ કારમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. આ સમગ્ર અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો છે.
અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108નો સહકાર લઈને રિષભ પંતને દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં નસીબે રિષભ પંત બચી ગયો છે પરંતુ હાથ પગ પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર મામલે હજુ ડોક્ટરે કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરી નથી પરંતુ પગના ભાગે ફ્રેક્ચર આવી શકે છે. વધુમાં માથાના ભાગે પ્લાસ્ટિક સર્જરી પણ થઈ શકે છે જેને લઈને મોટા સંકેતો મળી રહ્યા છે.
પરંતુ હાલ રિષભ પંથની હાલત સ્થિર છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેણે અકસ્માત કઈ રીતે બન્યો તેને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે ખુલાસો કરતા કહ્યું છે કે વહેલી સવારે હું ઘરે જવા માટે નીકળ્યો ત્યારે કાર હું જ ચલાવી રહ્યો હતો પરંતુ કાર ચલાવતી વખતે રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે પહોંચતા મને ઊંઘનું ઝોકું આવ્યું હતું જેને કારણે સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવીને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
કાર એટલી સ્પીડમાં હતી કે કારને કાબુમાં કરી શક્યો નહીં અને કર ધડામ કરતી ડિવાઈડર સાથે અથડાઇ હતી. કાર અથડાયા બાદ કારમાં ભયંકર આગ લાગી હતી પરંતુ હું કારની સાઈડ વિન્ડો તોડીને બહાર નીકળ્યો હતો. જો હું સાઈડ વિન્ડો તોડી ના શક્યો હોત તો આજે હું જીવિત ન બચત. ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોએ મને 108 મારફતે દેહરાદુન મેક્સ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.