ચોથી ટેસ્ટ મેચમાં રાહુલ કે ગિલ નહીં પરંતુ આ ખતરનાક ખેલાડી કરશે રોહિત શર્મા સાથે ઓપનિંગ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચોમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો પરંતુ આ ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટ હરાવ્યું હતું. ત્યારબાદ આ ટેસ્ટ સિરીઝની છેલ્લી નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 9 માર્ચથી 13 માર્ચની વચ્ચે રમવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર કોણ બનશે તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને પહોંચવા માટે આગામી ચોથી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. કેપ્ટન અને કોચ આ ટેસ્ટ મેચ જીતવા માટે ટીમમાં મોટા બદલાવો કરી શકે છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ હાલ ભારતીય ટીમ સારા ફોર્મમાં ચાલી રહી છે. પરંતુ કેટલાક સિનિયર ખેલાડીઓ પોતાના ફોર્મમાં પરત કર્યા નથી જેના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને કારની હાર મળી હતી.
રોહિત શર્મા સાથે ઓપનિંગ પોઝિશનમાં કેલ રાહુલ અને શુભમન ગીલ બંને સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા બાદ હવે ચોથી ટેસ્ટ મેચમાં આ વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. આ સ્ટાર ખેલાડી એટલો ઘાતક છે કે તે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયાને હરાવી શકે છે. ભારત હાલ ઓસ્ટ્રેલિયા સામે 2-1 થી આગળ છે. પરંતુ આગામી ટેસ્ટ મેચ જીતીને ભારત આ સમગ્ર સીરીઝ જીતી શકે છે. જેના માટે કેપ્ટન રોહિત શર્મા આ મોટું હથિયાર મેદાને ઉતારશે.
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઇન્ડિયામાં આ ખતરનાક ખેલાડીની એન્ટ્રી થવી ખૂબ જ જરૂરી છે. ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દુશ્મન સાબિત થઈ શકે છે. ટીમ ઇન્ડિયામાં આ ખતરનાક ખેલાડીના રમવાના સમાચાર સાંભળીને જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આ ખતરનાક ખેલાડી કોણ છે.
ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી એકલો પોતાના દમ પર ઓસ્ટ્રેલિયાને હરાવી શકે છે. ટીમ ઈન્ડિયાનો આ ખતરનાક ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છે. 23 વર્ષની ઉંમરે આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે ઉતરી શકે છે. ઈશાન કિશન બેટિંગની સાથે સાથે વિકેટ કીપરની પણ મોટી જવાબદારી નિભાવી શકે છે.
ઈશાન કિશનની ટીમમાં એન્ટ્રી થવાથી યુવા બેટ્સમેન શુભમન ગીલને નંબર પાંચ પર બેટિંગ કરવા માટે ખસેડવામાં આવી શકે છે. અને કેસ ભરતને પ્લેઇંગ 11 માંથી બહાર બેસાડવામાં આવશે. ઈશાન કિશનને આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ત્રણ મેચોમાં સ્થાન મળ્યું નથી. પરંતુ ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તે તબાહી મચાવતો જોવા મળી શકે છે.