પ્રથમ ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે 100 મીટરનો લાંબો છક્કો ફટકારી મચાવી તબાહી… – જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશમાં ધૂમ મચાવી રહી છે. બાંગ્લાદેશ સામે ત્રણ મેચોની વનડે સિરીઝ તાજેતરમાં પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે બે મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ ચટગાંવ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.
ભારતીય ટીમમાં પ્રથમ બેટિંગ કરીને 404 રન નો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે. સમગ્ર મેચમાં ટીમ ઇન્ડિયા ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનો પ્રથમ મેચમાં ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. પરંતુ બીજા દિવસે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ખૂબ જ જોરદાર બેટિંગ બતાવી હતી
ઉમેશ યાદવે 10 બોલમાં 15 ફટકાર્યા હતા. જેમાં બે મોટી લાંબી સિક્સનો સમાવેશ થાય છે. તેમાંથી એક 100 મીટરની લાંબી સિક્સર ફટકારીને બાંગ્લાદેશ સામે ધૂમ મચાવી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 132મી ઓવર ફેકવા માટે મહેંદી હસન આવ્યો હતો.
ઉમેશ યાદવે 132મી ઓવેરના ચોથા બોલ પર 100 મીટરનો ગગનચૂંબી છક્કો માર્યો હતો. ઉમેશ યાદવ ટેસ્ટ મેચોમાં લાંબી સિક્સર ફટકારવા માટે ખુબજ જાણીતો છે. ઉમેશ યાદવનું આ ઘાતક પ્રદર્શન જોઇને મોટા દિગ્ગજ ખેલાડીઓ પણ પેવેલિયનમાં ઊભા થઈને તાળીઓ પાડતા નજરે પડ્યા હતા. જુઓ વિડિયો