પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને લીધી બોલિંગ, આ બે ઘાતક ખેલાડીએ એક સાથે કર્યું ડેબ્યુ, જાણો કોને મળ્યું સ્થાન…
બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 મેચની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. શ્રીલંકા સામે આજે ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ સૌપ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે. ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે.
શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની ટી 20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો આ સાથે જ સૂર્યકૂમાર યાદવને સૌપ્રથમ વાઇસ કેપ્ટનનું મોટું પદ સોંપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ તેણે આ બે ઘાતક મેચ વીનર ખેલાડીઓને એક સાથે ટીમમાં ડેપ્યુ કરવાની મોટી તક આપી છે. આ ત્રણ મેચોની T 20 સિરીઝમાં મોટા સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી, KL રાહુલને આરામ આપવામાં આવ્યો છે.
આ સિનિયર ખેલાડીઓના સ્થાને ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય ગણીને પ્રથમ વખત ડેબ્યૂ કરવાની તક આપવી છે. ચાલો તેના પર એક નજર કરીએ. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપન્નર બેટ્સમેન શુભમન ગીલ અને શિવમ માવીને એક સાથે ડેબ્યુ કરવાની મોટી તક આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 પર એક નજર કરીએ જાણો કોણે મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાય.
શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 : હાર્દિક પંડ્યા (C), શુભમન ગિલ (ડેબ્યુ), ઇશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ (VC), સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી (ડેબ્યુ), ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ