પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમની 11 સભ્યોની પ્લેઇંગ ઇલેવન હશે કઈંક આવી, જાણો શિખર ધવન કોને આપશે સ્થાન અને કોનું પત્તું કાપશે…

ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની t20 અને 3 મેચની વન-ડે સિરીઝ રમાવવાની છે. જેમાંથી ત્રણ મેચની T 20 સિરીઝ હાલ પૂર્ણ થઈ છે. 25 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા આ વનડે સિરીઝની કેપ્ટનની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે.

થોડા સમય પહેલા બીસીસીઆઇ દ્વારા આ સમગ્ર વન ડે સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. શિખર ધવન 11 સભ્યોની પ્લેઇંગ ઇલેવનમાં આ ઘાતક ખેલાડીઓને મેદાને ઉતારી શકે છે. શિખર ધવન આ વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને મોટી તક આપી શકે તેમ છે. વર્લ્ડ કપ 2023ને કેન્દ્રમાં રાખીને ટીમને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.

જણાવી દઈએ કે આ સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં શિખર ધવન પ્રથમ વન ડે મેચમાં પોતાના ક્યાં ઘાતક હથિયારોને મેદાને ઉતરી શકે છે. આ 11 સભ્યોની પ્લેયિંગ ઇલેવનમાં સૌપ્રથમ ઓપનિંગ જોડી પર નજર કરીએ તો શિખર ધવન સાથે ઓપનિંગ કરવા માટે ઓપનર બેટ્સમેન શુભમન ગીલને મોટી તક આપી શકે છે. વનડે સિરીઝમાં શુભમન ગીલ એક યુવા ખેલાડી તરીકે ખૂબ જ મોટી જવાબદારી સંભાળી શકે તેમ છે.

વધુમાં નંબર 3 પર બેટિંગ કરવા માટે શ્રેયસ ઐયરને મોટુ સ્થાન મળી શકે છે. શ્રેયસ ઈયરને વનડે સિરીઝમાં રમવા માટેની મોટી તક મળી શકે તેમ છે. ત્યારબાદ નંબર 4 પર બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવ જોવા મળી શકે છે આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 5 પર શિખર ધવન ફરી એકવાર રિષભ પંથને મોટું સ્થાન આપશે. ત્યારબાદ ઓલરાઉન્ડર બેટ્સમેન દિપક હુડાને નંબર 6 પર ઉતારી શકે છે ત્યારબાદ દિપક ચહર નંબર 7 પર બેટિંગ કરતો જોવા મળશે.

સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન વિશે વિગતવાર વાત કરીએ તો સ્પીન બોલર તરીકે યુજ્વેન્દ્ર ચહલને ટીમમાં મોટી તક આપવામાં આવી છે. આ ઉપરાંત ફાસ્ટ બોલરોમાં ટીમ ઇન્ડિયાના અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર અને ઉમરાન મલિકને મોટી તક આપવામાં આવશે. આ યુવા ખેલાડીઓને ટીમમાં કાયમી જગ્યા બનાવવા માટે આ એક મોટી તક ગણી શકાય. આ સમગ્ર સીરીઝમાં શિખર ધવન પણ કેપ્ટન તરીકે સફળ નીકળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *