રોહિતની ગેરહાજરીમાં આ યુવા ખેલાડી બનશે બાંગ્લાદેશનો કાળ, KL રાહુલ સાથે કરશે ઓપનિંગ..

ટીમ ઇન્ડિયા સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. આ વનડે સિરીઝની પ્રથમ બે મેચોમાં ભારતે કારમી હાર મેળવી હતી. ત્યારબાદ ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ 227 રને મોટી જીત મેળવી હતી. ત્યારબાદ હવે 14 ડિસેમ્બરથી બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે.

ટીમ ઇન્ડિયાને વનડે સિરીઝમાં 1-2 થી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે 14 ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા મજબૂત પ્લેઇંગ 11 સાથે મેદાને ઉતરશે. તેને લઈને હાલ મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમવાની છે. બીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને હાલ આરામ આપવામાં આવ્યો છે. અને ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન KL રાહુલને સોંપવામાં આવી છે.

રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન કે એલ રાહુલ આ ઘાતક ખેલાડીને બાંગ્લાદેશ સામે મોટું હથિયાર બનાવીને ઉતારશે. રોહિત શર્માને અંગૂઠામાં ગંભીર ઈજાઓ થતા બાંગ્લાદેશ સામેની સંપૂર્ણ ટેસ્ટ શ્રેણીમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. જેને કારણે તેને હાલ આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનો ઘાતક બેટ્સમેન શુભમનગીલ બાંગ્લાદેશની ટીમ માટે કાળ બનશે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કે એલ રાહુલનો ઓપનિંગ પાર્ટનર શુભમન ગીલ બનશે. પ્રથમ ટેસ્ટ મેચમાં શુભમન ગીલના ઓપનિંગના સમાચાર સાંભળીને બાંગ્લાદેશની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ઓપનિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગીલ બાંગ્લાદેશ સામેની બે મેચોની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી પૂર્ણ કરશે.

શુભમન ગીલ યુવા અને ઘાતક બેટ્સમેન છે. તે બાંગ્લાદેશે સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાની ઘાતક બેટિંગથી મોટો સ્કોર બનાવવાની ક્ષમતા ધરાવે છે. તે ચટગાંવમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરશે. ગીલને ઓપનિંગથી મીડલ ઓર્ડર સુધી બેટિંગનો મોટો અનુભવ પણ છે. શુભમન ગિલે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 11 ટેસ્ટ મેચમાં 579 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદીનો પણ સમાવેશ પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *