અમદાવાદમાં હાર્દિકે ટોસ જીતીને લીધી બેટિંગ, આ સ્ટાર ખેલાડીને જ કર્યો બહાર, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની ટી20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની ફાઈનલ નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને ન્યૂઝીલેન્ડની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે.
આ સમગ્ર સિરીઝની વાત કરવામાં આવે તો પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી. ત્યારબાદ બીજી મેચ ભારતે જીતીને આ સમગ્ર સિરીઝમાં 1-1 થી બરાબર કરી છે. હવે બંને ટીમો આ સિરીઝની ફાઈનલ મેચ જીતવા મેદાને ઊતરી છે. હાર્દિક પંડ્યાએ ફરી એક વાર ટીમમાં મોટા બદલાવો કરતો જોવા મળ્યો છે. આ સમગ્ર સીરીઝને જીતવા માટે હાર્દિક પંડ્યા એ આ સ્ટાર ખેલાડીને જ બહારનો રસ્તો બતાવ્યો છે.
તમને જણાવી દઈએ કે કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટી 20 સિરીઝની આ ફાઈનલ નિર્ણાયક મેચમાં સ્પીન બોલર યુજ્વેન્દ્ર ચહલને બહારનો રસ્તો બતાવ્યો છે. હાર્દિકે આ સ્ટાર મેચ વિનર ખેલાડીને જ ફાઇનલ મેચમાં બહાર કરીને પોતાનો હુકમનો એક્કો મેદાને ઉતાર્યો છે. કેપ્ટન હાર્દિકે યુજવેદ્ર ચહલના સ્થાને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને મોટી તક આપી છે. ચાલો બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ.
ભારતીય ટીમ : હાર્દિક પંડ્યા (C), ઇશાન કિશન (WK), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ (VC), દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
ન્યૂઝીલેન્ડ ટીમ : ફિન એલન, ડેવોન કોનવે (W), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર (C), માઈક બ્રેસવેલ, ઇશ સોઢી, બ્લેર ટિકનર, લોકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર…