પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ ફટકારેલ આ સીક્સને ICCએ જાહેર કરી “ગ્રેટેસ્ટ T-20 શોટ ઓફ ઓલટાઈમ” જુઓ વિડિયો…

T20 વર્લ્ડ કપ 2022 ઇંગ્લેન્ડે પોતાના નામે કર્યો છે. ભારતની ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલ મેચમાં હાર મળતા વર્લ્ડકપની આ સફરમાંથી ભારત બહાર ફેંકાઈ ગયું હતું પરંતુ ભારતના કેટલાક ખેલાડીઓએ કરેલું સારું પ્રદર્શન ખૂબ જ યાદગાર બન્યું છે. આ યાદગાર પ્રદર્શનમાં વિરાટ કોહલીનો સમાવેશ થાય છે તેણે પાકિસ્તાન સામે રમેલી યાદગાર બેટિંગ ક્યારેય પણ ભૂલી શકાશે નહીં. Icc દ્વારા t20 વર્લ્ડ કપ 2022ની સર્વ શ્રેષ્ઠ પાંચ ક્ષણોમાં વિરાટ કોહલીની પાકિસ્તાન સામે કરેલ બેટિંગનો સમાવેશ કર્યો છે. જેમાં વિરાટે 53 બોલમાં 82 રન ઝડી દીધા હતા.

Icc દ્વારા પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીની ફટકારેલ એક સિકસ ને ICC દ્વારા “ગ્રેટેસ્ટ T-20 શોટ ઓફ ઓલટાઈમ” જાહેર કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું છે. વર્લ્ડ કપની શરૂઆતમાં ભારત સારું પ્રદર્શન કરતું જોવા મળ્યું હતું પરંતુ ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમાં મળેલ હારને કારણે t20 વર્લ્ડ કપ માંથી બહાર ફેકાઈ ગયું હતું.

વિરાટ કોહલીની પાકિસ્તાન સામેની આ ઇનિંગ્સ ને કારણે ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. આ મેચ ખૂબ જ કટોકટી માંથી પસાર થઈ હતી. વિરાટે 53 બોલમાં 82 રન ફટકાર્યા હતા જેને કારણે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. આઇસીસી દ્વારા વિરાટ કોહલીને વર્લ્ડ કપની પાંચ સર્વશ્રેષ્ઠ ક્ષણોમાં બીજું એક સ્થાન પણ આપવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપની સમગ્ર ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ ચાર અર્ધશતક બનાવીને સૌથી વધુ 296 રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે જેને કારણે ઘણા રેકોર્ડ તેણે તોડી નાખ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલી પોતાના શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો નહીં પરંતુ એશિયા કપ વિરાટ કોહલી ફરી એકવાર પોતાના શાનદાર ફોર્મમાં પાછો આવી ગયો છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે રમેલ આ ઇનિગ્સ લોકો લાંબા સમય સુધી યાદ કરશે. વિરાટ કોહલી ઘણી મોટી મોટી ઇનીંગ છે પરંતુ પાકિસ્તાન સામેની આ ઇનિંગ્સ કંઈક અલગ જ છે. વિરાટ કોહલીએ આ મેચમાં 19મી ઓવરમાં છેલ્લા બે બોલમાં બે સીક્સ મારીને સમગ્ર મેચને પલટી નાખી હતી.

Icc વધુમાં જણાવે છે કે ભારત જ્યારે મુશ્કેલીમાં હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે હવે હારી જશે. ત્યારે ભારતને જીતવા માટે આઠ બોલમાં 28 રનની જરૂર હતી અને વિરાટ કોહલી પીચ ઉપર હતો પાકિસ્તાન તરફથી હરિસ રઉફ બોલિંગ કરી રહ્યો હતો. 19 મી ઓવરના છેલ્લા બે બોલમાં વિરાટ કોહલીએ શાનદાર બે સિક્સ મારી હતી. જેમાંથી પેહલી સિકસને icc દ્વારા “ગ્રેટેસ્ટ T-20 શોટ ઓફ ઓલટાઈમ” જાહેર કરી છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *