ક્રિકેટર રિષભ પંતની કાર અકસ્માતના ભયાનક દ્રશ્યો થયા વાયરલ…-જુઓ વિડિયો
ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. ત્યાર બાદ હવે ટીમ ઘર આંગણે શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી 3 મેચોની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. આ સમગ્ર સીરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમોની જાહેરાત કરી છે. પરંતુ તેમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંથ સ્થાન પ્રાપ્ત કરી શક્યો નથી. જેને કારણે હાલ તે આરામ ઉપર છે. અને તે પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છે. તેવામાં હાલ એ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનનો શુક્રવારે સવારે સાડા પાંચ વાગ્યે ગમ્મતવાર અકસ્માત સર્જાયો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીથી ઘરે જતી વખતે રિષભ પંથની મર્સિડીઝ કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત બાદ કારમાં વિસ્ફોટ થયો હતો. જેને કારણે સમગ્ર કાર બળીને ખાખ થઈ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત બાદ રીષભ પંતને તાત્કાલિક સારવાર અર્થે દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ વિગતવાર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે હરિદ્વારના એસપી અજય સિંહ જણાવ્યું હતું કે ઘાયલ રિષભ પંતને હાલ દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. રિષભ પંથના હાથ પગ પીઠ અને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી છે જેને કારણે તેની પ્લાસ્ટિક સર્જરી પણ થઈ શકે છે. પરંતુ હાલ રિષભ પંથની મર્સિડીઝ કાર નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તમને જણાવી દઈએ કે દિલ્હી નરસન બોર્ડર પર કાર ડિવાઇડર સાથે અથડાય ત્યારે રિષભ પંત પોતે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ઘટી હતી. અકસ્માત બાદ કારમાં ભયંકર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. કારમાં લાગેલ આગ એટલી ભયંકર હતી કે કાર બળીને ખાખ થઈ હતી. બળીને ખાખ થયેલ ગાડીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…