હાર બાદ ફાટી નીકળ્યો હેડ કોચ રાહુલ દ્રવિડનો ગુસ્સો, આ સિનિયર ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું મોટું કારણ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારના રોજ ચેન્નાઇ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને કારમે હાર આપી છેએમ ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને સમગ્ર સિરીઝમાં 2-1 થી કબજો કર્યો છે. આ સમગ્ર સીરીઝ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ મેચમાં ભારતે જીત મળી હતી. ત્યારબાદ આ સિરીઝની બંને મેચોમાં ભારતને હાર મળતા ઓસ્ટ્રેલિયાએ સમગ્ર સીરીઝ જીતી લીધી છે.
આ સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે બેટિંગ કરીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ આ નાના સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ જોવા મળી હતી. જેને કારણે ભારત 248 રન બનાવીને ઓલ આઉટ થયું હતું. જેને કારણે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 21 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.
મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમના મુખ્ય હેડ કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ સિનિયર સ્ટાર ખેલાડીને જાહેરમાં ખખડાવ્યો હતો અને ભારતીય ટીમની હારનું મોટું કારણ ગણાવ્યો હતો. આ સ્ટાર ખેલાડીની ખરાબ બેટિંગને કારણે ભારતીય ટીમને આ સમગ્ર સીરીઝમાં કારમી અને શરમજનક હાર મળી છે. હાર મળ્યા બાદ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ નો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને ગુસ્સામાં ઘણા મોટા નિવેદનો આપ્યા હતા. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.
અંતિમ નિર્ણાયક મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાનો સ્ટાર 360 ડીગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવને ભારતની હારનું મુખ્ય કારણ ગણાવ્યો હતો. તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન સૂર્યકુમાર યાદવ વિશે ઘણી વાતો કહી હતું. તેમણે જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર પ્રથમ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. આ પહેલા તેણે આ સિરીઝની પ્રથમ બંને મેચોમાં પણ પહેલા બોલ પર શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની આ સમગ્ર સિરીઝની ત્રણેય મેચોમાં સૂર્યકૂમાર યાદવ શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ બંને મેચ દરમિયાન રોહિતે તેને નંબર 4 પર બેટિંગ કરવાની તક આપી હતી. ત્યારબાદ ત્રીજી નિર્ણાયક મેચમાં પણ તેને તક આપવામાં આવી હતું. પરંતુ નંબર 7 પર પણ તે પહેલા બોલ ઉપર આઉટ થયો હતો. જ્યાંરે તે આઉટ થયો ત્યારે ભારતીય ટીમને રનની ખૂબ જ જરૂર હતી. જેને કારણે રાહુલ દ્રવિડે તેને ભારતની હારનું મોટું કારણ ગણાવ્યો છે.