હેડ કોચ રાહુલ દ્રવિડે WTCની ફાઇનલ માટે ભારતની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, જાણો કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

IPL 2023 28 મેના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ જૂન મહિનામાં 7 તારીખથી 11 તારીખની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડના ધ ઓવલ સ્ટેડિયમ ખાતે રમવાની છે. તાજેતરમાં જ બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા આ ફાઇનલ મેચ માટે ટીમની જાહેરાતો કરવામાં આવી છે. તાજેતરમાં યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટેસ્ટ ક્રિકેટના હેડ કોચ રાહુલ દ્રવિડે ભારતની મજબૂત 11ને લઈને ઘણી વાતો કરી છે.

ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના હાથે ભારતને કારમી હાર મળી હતી. ત્યારબાદ હવે બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ટીમના હેડ કોચ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કોઈ પણ ભોગે જીતવા માંગે છે. જેને કારણે તે ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરી શકે છે. ચાલો જાણીએ કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે.

રાહુલ દ્રવિડે પસંદ કરેલ ભારતીય ટીમના પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલને પ્રથમ ઓપનિંગ કરવા માટે ઉતારશે. ભારતની આ ઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો જોવા મળશે. હાલ તે ટેસ્ટમાં ખુબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ નંબર 5 પર શ્રેયસ ઐયરના સ્થાને અજિંક્ય રહાણેને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે KL રાહુલના સ્થાને નંબર 6 પર ઈશાન કિશનને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ઓલ રાઉન્ડર બેટ્સમેન વિશે વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા નંબર 7 પર અને રવિશ્ચંદ્ર અશ્વિન નંબર 8 પર બેટિંગની સાથે સાથે બોલિંગની મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

ભારતીય ટીમની બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો સ્પીન બોલિંગની મહત્વપૂર્ણ જવાબદારી જાડેજા અને અશ્વિનને સોંપવામાં આવી છે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં મજબૂત પ્લેઈંગ 11 સાથે ઓસ્ટ્રેલિયા સામે ધૂમ મચાવતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *