હેડ કોચ રાહુલ દ્રવિડે ચોથી ટેસ્ટ માટે ભારતની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, ગીલ-ભરત બહાર, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ બે મેચોમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટે કારમી હાર મળી છે. ત્યારબાદ હવે 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. ત્રીજી મેચમાં હાર બાદ ભારતીય ટીમના હેડકોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લી મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ 11ને લઈને મોટા સંકેતો આપ્યા છે.
કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. પ્રથમ બે મેચોમાં શાનદાર જીત મળી છે પરંતુ ત્રીજી મેચમાં હાર બાદ છેલ્લી મેચમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે આ સમગ્ર શ્રેણી જીતવી ખૂબ જ અગત્યની છે. ચોથી મેચ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે પસંદ કરેલ ભારતીય ટીમની પ્લેઇંગ 11 નીચે મુજબ છે :-
સૌપ્રથમ ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ કેપ્ટન રોહિત શર્માની સાથે કે.એલ રાહુલ ઓપનિંગ કરતો જોવા મળશે. શુભમન ગીલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે ત્રીજી ટેસ્ટ મેચ માંથી તેને બહાર કરવામાં આવશે. ત્યારબાદ નંબર 3 પર ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો મેદાને જોવા મળશે.
આ ઉપરાંત ભારતીય ટીમના મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરવા માટે આવશે. ત્યારબાદ ભારતીય ટીમનો યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. ઓલ રાઉન્ડરની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા નંબર 6 પર બેટિંગ અને બોલિંગ બંનેમાં ધૂમ મચાવતો જોવા મળશે. ત્યારબાદ વિકેટકિપર બેટ્સમેન તરીકે ત્રણેય મેચોમાં KS ભરત નિષ્ફળ જોવા મળ્યો હતો. જેના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાં KS ભરતના સ્થાને નંબર 7 પર ઈશાન કિશનને મોટી તક મળી શકે છે. ચોથી મેચ દરમિયાન દેબ્યું કરતો જોવા મળશે.
આ ઉપરાંત ભારતીય ટીમની મજબૂત બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો ઓલ રાઉન્ડર તરીકે રવિશ્ચંદ્ર અશ્વિન અને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ ફાસ્ટ બોલરોમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ફરી એકવાર ત્રીજી ટેસ્ટ મેચમાં ધૂમ મચાવતા જોવા મળશે. કુલદીપ યાદવને બહાર કરવામાં આવશે. હેડ કોચ રાહુલ દ્રવિડે પસંદ કરેલ આ મજબૂત પ્લેઇંગ 11 ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાને રમતી જોવા મળશે.
ત્રીજી ટેસ્ટ માટે રાહુલ દ્રવિડે પસંદ કરેલ સંપૂર્ણ પ્લેઇંગ ઇલેવન :- રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.