તે કાઉન્ટી ક્રિકેટમાં પણ રમવાને લાયક નથી… ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ આ 2 ખેલાડીઓને કાયમી બહાર કરવાની થઈ માંગ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે પાંચમી ટી-20 મેચ રમાઈ હતી. આ છેલ્લી મેચમાં પણ ભારતીય ટીમે જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત વિજય મેળવ્યો છે. સૂર્યકુમાર યાદવ પણ એક કેપ્ટન તરીકે સફળ સાબિત થયો છે. હાલમાં બેટિંગ અને બોલિંગ બંને મજબૂત દેખાઈ રહી છે. સિરીઝ પૂર્ણ થયા બાદ એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પાંચમી મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી હતી પરંતુ બોલિંગ લાઈનમાં દરેક મેચોમાં ઘણી તકલીફ થઈ હતી. ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં પણ જોવા મળ્યા હતા. સૂર્યકુમાર દરેક મેચમાં બદલાવો પણ કરી રહ્યો હતો છતાં પણ સફળતા મળતી નહોતી. હાલમાં આ બે ખેલાડીઓને કાયમી માટે બહાર કરવાની માંગ થઈ છે.
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સતત નિષ્ફળ રહેલ આ 2 ખેલાડીઓને હવે બહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપમાં પણ તેઓને સ્થાન આપવું જોઈએ નહીં. તેઓના કારણે હારનો સામનો પણ કરવો પડી શકે છે. જેથી અત્યારથી જ તેઓને કાયમી માટે બહારનો રસ્તો બતાવવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ બંને ભારતીય સુપરસ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને હવે બહાર કરવાનું કહેવામાં આવ્યું છે. તેના કારણે આ સિરીઝની એક મેચમાં હાર પણ મળી હતી. તે ઘણા રન આપતો જોવા મળ્યો છે. તેની બોલીંગમાં ખૂબ જ નબળાઈ જોવા મળી છે. તે હવે પહેલાની જેમ વિકેટ પણ લઈ શકતો નથી. જેના કારણે અન્ય બોલરો પર પણ દબાણ વધે છે. જેથી હવે તેને બહાર કરવો જોઈએ.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બોલર આવેશ ખાનને પણ બહાર કરવો જોઈએ. તે પણ કંઈક ખાસ કમાલ કરી શક્યો નથી. આ સિરીઝમાં તેને સોનેરી તક આપવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. જેથી તેને પણ બહાર કરવો જોઈએ. આઇપીએલ 2024 નું પ્રદર્શન પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જેથી ફરી એક વખત ફેરબદલો થઈ શકે છે.