MS ધોનીનો દુબઈમાં પંડ્યા બ્રધર્સ અને બાદશાહ સાથેના જોરદાર ડાન્સનો આ વિડિયો તમે જોયો કે નહીં ?…- જુઓ વિડિયો…
દુબઈમાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની સાથે પ્રખ્યાત સિંગર એવા બાદશાહ એક બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહ ધોની પોતાની અંગત જીવનની કેટલીક પળો શેર કરતા નથી. તેઓ સોશિયલ મીડિયાથી ઘણા દૂર રહેતા હોય છે. આ કારણે જ તેઓ અન્ય ક્રિકેટરોની સરખામણીમાં કંઈક અલગ જ સન્માન ધરાવે છે. તે ખૂબ જ શાંત સ્વભાવ માટે જાણીતા છે.
એમ એસ ધોની પોતાના મિત્રો માટે હંમેશા હાજર રહેતા હોય છે. હાલ દુબઈમાં મહેન્દ્રસિંહ ધોની તેના ખાસ મિત્ર માટે તેની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં એમ એસ ધોની કંઈક અલગ અંદાજમાં જ જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં ધોનીની સાથે હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, ઈશાન કિશન અને પ્રખ્યાત સિંગર બાદશાહ પણ ડાન્સ કરતા નજરે પડ્યા હતા.
આ પાર્ટીમાં મિત્રો સાથે ડાન્સ કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ધોની, હાર્દિક, કૃણાલ, કિશન એક સાથે ખભે ખભા મિલાવીને ડાન્સ કરી રહ્યા છે. એમ એસ ધોનીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. આ પાર્ટીના એકબીજા વીડીયામાં જોઈ શકાય છે કે રેપર બાદશાહ લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો છે તેના સોંગ ઉપર એમ એસ ધોની, પંડ્યા બ્રધર્સ અને મિત્રો સાથે જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા છે… જુઓ આ વીડિયો…
મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે IPL 2023માં છેલ્લી વાર તેને રમતા જોઈ શકાશે. તો આ સાથે જ તાજેતરમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર T 20 સિરીઝની મોટી જીત મેળવી હતી. પરંતુ ત્યારબાદ હવે વન-ડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જુઓ બીજો વિડિયો…