હાર્દિકે ખેલ્યો મોટો ખેલ, કેપ્ટન બનતા ગુજરાતના આ યુવા ખેલાડીને પ્રથમ વખત આપી ટીમ ઈન્ડિયામાં તક…
તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને વન-ડે સિરીઝમાં નિષ્ફળતા મળી હતી. પરંતુ ટેસ્ટ સિરીઝમાં મોટી સફળતા હાથે લાગી હતી. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે 3 મેચોની T 20 સિરીઝ રમવા જઈ રહી છે. તાજેતરમાં જ BCCI દ્વારા આ 3 મેચોની T 20 સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.
શ્રીલંકા સામે 3 થી 7 જાન્યુઆરી સુધી 3 મેચોની T-20 સિરીઝ રમવાની છે ત્યારબાદ 10 જાન્યુઆરીથી 3 મેચોની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. T-20 સિરીઝની વાત કરીએ તો BCCI દ્વારા ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. તો આ સાથે જ વાઇસ કેપ્ટનની કમાન પ્રથમ વખત સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. કેપ્ટન બનતા હાર્દિક પંડ્યાએ ટીમમાં ઘણા બદલાવો કર્યા છે.
હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ ઘણા યુવા ખેલાડીઓની કિસ્મત ચમકી છે. શ્રીલંકા સામેની આ T-20 સિરીઝમાં મોટા સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, કે એલ રાહુલ અને વિરાટ કોહલીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ ખેલાડીઓ ફક્ત વન ડે સિરીઝમાં જ રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ મોટો ખેલ ખેલ્યો છે. તેણે ગુજરાતના આ સ્ટાર યુવા ખેલાડીને ટીમમાં પ્રથમ વખત સ્થાન આપ્યું છે.
હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે સારી ભૂમિકા ભજવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પણ તેણે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ શ્રીલંકા સામે કેપ્ટનશીપ મળતાની સાથે જ ગુજરાત ટાઇટન્સના આ યુવા ઘાતક બોલરને ટીમ ઇન્ડિયામાં પ્રથમ વખત સ્થાન આપીને મોટો ખેલ ખેલ્યો છે. આ યુવા ઓલ રાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન પણ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ ફાસ્ટ ઓલ રાઉન્ડર શિવમ માવીને ટીમ ઇન્ડિયામાં પ્રથમ વખત સ્થાન આપ્યું છે.
શિવમ માવીને તાજેતરમાં જ IPL 2023ના મીની ઓપ્શનમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ શિવમ માવીનું કિસ્મત ચમક્યું છે. પ્રથમ T 20 મેચમાં જ હાર્દિક પંડ્યા તેને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. અત્યાર સુધીમાં તે IPL માં 32 મેચોમાં 30 વિકેટો લઈ ચૂક્યો છે. શિવમ માવી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી ચૂક્યો છે. શિવમ માવી મૂળ ગુજરાતનો વતની છે. જમણા હાથનો આ ફાસ્ટ બોલર ટીમ ઇન્ડિયાને પોતાના દમ પર જીતાડી પાડી શકે છે.