હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ આ દિગ્ગજ ખેલાડી માટે બનશે વરદાનરૂપ, 31 વર્ષની ઉંમરે પ્રથમ મેચમાં જ કરશે ડેબ્યૂ…

ટીમ ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશના પ્રવાસ પર હતી જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી હતી. ત્યારબાદ હવે નવા વર્ષની શરૂઆતની સાથે જ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 મેચોની T-20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે. શ્રીલંકા સામેની આ 3 મેચની T 20 સિરીઝ માટે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.

ટીમ ઇન્ડિયા 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ મુંબઈ ખાતે રમવાની છે. બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા સામેની આ T 20 સિરીઝમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ T 20 સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ, રિષભ પંત જેવા સિનિયર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિનિયર ખેલાડીઓના સ્થાને ઘણા નવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.

શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની T 20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ બેટ્સમેન હાર્દિક પંડ્યાને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ ઘણા નવા યુવા ખેલાડીઓની કિસ્મત ચમકી ઉઠી છે. કેપ્ટન બનતાની સાથે જ તેણે ટીમ ઇન્ડિયામાં 31 વર્ષીય આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી કરી છે. જેણે અત્યાર સુધીમાં T 20માં ડેબ્યૂ પણ કરી શક્યો નથી. પરંતુ હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં આ ઘાતક ખેલાડીનું ડેબ્યૂ કરાવી શકે છે.

31 વર્ષીય આ સ્ટાર ખિલાડી IPL 2022 બાદ ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી એક પણ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. આ સ્ટાર ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ સ્ટાર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી છે. બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ફરી એકવાર તેને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આ વખતે હાર્દિક પંડ્યા તેના માટે વરદાન રૂપ બનીને પ્રથમ મેચમાં જ ડેબ્યૂ કરવાની મોટી તક આપી શકે છે.

વર્ષ 2022માં ભારત આયર્લેન્ડના પ્રવાસે ગયું હતું. આ પ્રવાસ દરમિયાન બે મેચોની T 20 શ્રેણી રમાઈ હતી. જેમા હાર્દિક પંડ્યાને કેપ્ટન શિપ સોંપવામાં આવી હતી. આ સિરીઝમાં પણ રાહુલ ત્રિપાઠીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાએ એક પણ મેચમાં રમવા માટેની તક આપી ન હતી. આ વખતે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં જ હાર્દિક પંડ્યા રાહુલ ત્રિપાઠીને પ્લેઇંગ 11માં મોટું સ્થાન આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *