હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 3 મહત્વની વિકેટ છટકાવી AUS સામે મચાવી તબાહી, જુઓ વિડિયો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ ચેન્નાઇ ખાતે રમાઈ રહી છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.

બેટિંગ કરવા માટે ઉતરેલ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆતમાં ખૂબ જ જોરદાર રહી હતી પરંતુ ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારતને ખૂબ જ જોરદાર વાપસી કરાવી છે. સતત તેણે ત્રણ ઓવરમાં ત્રણ મહત્વની વિગતો છટકાવીને ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા છે. હાર્દિક પંડ્યા હાલ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતના તમામ બોલેરો નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. ત્યારે વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા બોલીંગ કરવા માટે પીચ પર આવ્યો હતો અને પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ટ્રેવિસ હેડને ક્લીન કેચ થી આઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી એકવાર બીજી ઓવરના પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ સ્ટીવ સ્મીથને શૂન્ય રન પર આઉટ કરીને તબાહી મચાવી હતી.

આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ મિશેલ માર્ચને ક્લીન બોલ્ડ કરીને ભારતને જોરદાર વાપસી કરાવી છે. હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ સેટ બેટ્સમેન મિશેલને 47 રન પર ક્લીન બોલ્ડ કર્યો છે. હાર્દિક પંડયાની આ મહત્વની ત્રણ વિકેટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ખુદ બીસીસીઆઈ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યો છે. જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *